Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં 3077 તલાટીની ભરતી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનો માટે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી કક્ષાએથી વિભાગે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે. ટૂંક સમયમાં વિભાગ ભરતીની જાહેરાત બહાર પાડશે.
મહત્વનું છે કે, રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે ભરતી આવી રહી છે. તેના ભાગરૂપે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી આઇપીએસ હસમુખ પટેલને સોંપવામાં આવી છે.
છેલ્લે તલાટી, એલઆરડીની લીધેલી પરીક્ષાઓમાં હસમુખ પટેલે નિભાવેલી જવાબદારીથી પેપર ફૂટવાની ઘટના પર બ્રેક લાગી છે. હસમુખ પટેલની છબી સ્વચ્છ અને પ્રામાણિક અધિકારીની છે.
ભરતી પરીક્ષાના ઉમેદવારોને હસમુખ પટેલની કામગીરી પર અતૂટ વિશ્વાસ છે. તે સિવાય પી.વી રાઠોડનો પણ પોલીસ ભરતી બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પી.વી રાઠોડ હાલમાં સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવી રહ્યા છે. આગામી દિવસોમાં સરકાર પીએસઆઈ અને એલઆરડીની ભરતી જાહેર કરશે તે વાત નક્કી છે.

મહત્વનું છે કે, હસમુખ પટેલને નવા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે, ત્યારે હસમુખ પટેલ નવા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ બન્યા છે. આ ભરતી બોર્ડ ટૂંક સમયમાં પીએસઆઇ અને એલઆરડીની પણ પરીક્ષા યોજશે.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર