Homeગામનાં ચોરેગયા વખતે જ્યાં મિશન અટક્યું હતું તે તબક્કામાં પહોંચી ગયું ચંદ્રયાન-3, અંતિમ...

ગયા વખતે જ્યાં મિશન અટક્યું હતું તે તબક્કામાં પહોંચી ગયું ચંદ્રયાન-3, અંતિમ ડિબુસ્ટિંગ સફળ, હવે માત્ર સોફ્ટલેન્ડિંગની રાહ

Team Chabuk-National Desk: ચંદ્રયાન-3એ ચંદ્રની પાંચમી અને અંતિમ કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરી લીધો છે. યાન ચંદ્રની સપાટી પર વધુ નજીક આવી ગયું છે. આ અંગે ઈસરોએ કહ્યું હતું કે,ચંદ્રયાન-3એ ચંદ્ર સુધી પહોંચવાની પોતાની પ્રક્રિયા પુરી કરી લીધી છે. હવે ચંદ્રયાનને સોફ્ટલેન્ડિંગ કરાવવાની પ્રક્રિયા તરફ પગલાં મંડાઈ રહ્યા છે.

ઈસરોએ રવિવારે વહેલી સવારે કહ્યું કે ચંદ્રયાન-3નું બીજું અને અંતિમ ડિબૂસ્ટિંગ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. હવે મોડ્યુલનું આંતરિક પરીક્ષણ કરવામાં આવશે. ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ 23 ઓગસ્ટે કરાવાય તેવી શક્યતા છે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ રવિવારે વહેલી સવારે કહ્યું કે, ચંદ્રયાન-3નું બીજું અને અંતિમ ડિબૂસ્ટિંગ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ઈસરોએ ચંદ્રયાન-3ની ઝડપ ઘટાડવા અને તેને ચંદ્રની નજીકની ભ્રમણકક્ષામાં મોકલવા માટે જરૂરી કામ હાથ ધર્યું છે. આ પછી હવે મોડ્યુલનું આંતરિક પરીક્ષણ કરવામાં આવશે. પોવર ડિસેન્ટ 23 ઓગસ્ટથી શરૂ થવાની ધારણા છે. જે દરમિયાન ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ પૂર્ણ થશે.

ડીબૂસ્ટિંગ એ ચંદ્રયાનને એવી ભ્રમણકક્ષામાં મૂકવા માટે ધીમી કરવાની પ્રક્રિયા છે જ્યાં ભ્રમણકક્ષાનું ચંદ્રની સૌથી નજીકનું બિંદુ (પેરિલ્યુન) 30 કિમીના અંતરે છે. અને સૌથી દૂરનું બિંદુ (એપોલો) 100 કિમી દૂર છે.

ગયા વખતે મિશનમાં લેન્ડર અને રોવર 6 સપ્ટેમ્બર 2019ના રોજ લગભગ 70° દક્ષિણના અક્ષાંશ પર દક્ષિણ ધ્રુવીય પ્રદેશમાં ચંદ્રની નજીકની બાજુએ ઉતરાણ કરવાના હતા. એક ચંદ્ર દિવસ એટલે કે આપણા બે અઠવાડિયા જેટલો સમય માટે વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધરવાના હતા. અને સફળ સોફ્ટ લેન્ડિંગ કરાવવાના હતા. જોકે, 6 સપ્ટેમ્બર 2019 ના રોજ લેન્ડ કરવાનો પ્રયાસ કરતી વખતે લેન્ડર તેના ઇચ્છિત માર્ગથી ભટકી ગયું અને ક્રેશ થયું. સાદી ભાષામાં સમજીએ તો, ચંદ્ર પર ઉતરતી વખતે ગતિ ન ઘટતા લેન્ડિંંગ ધાર્યા મુજબ ન થયું. જે બાદ સેન્સર ખરાબ થયું અને ત્યારબાદ સંપર્ક તૂટી ગયો. ISROને સબમિટ કરવામાં આવેલા નિષ્ફળતા વિશ્લેષણ અહેવાલ મુજબ, ક્રેશ સોફ્ટવેરની ખામીને કારણે થયું હતું. આ વખતે ચંદ્ર પર સફળ લેન્ડિંગની પ્રબળ શક્યતા છે.

Chandrayaan-3 has reached the stage where the mission stopped last time

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments