Homeગુર્જર નગરીરાજ્યમાં ધોરણ.9 અને 11ના વર્ગો અને ટ્યુશન ક્લાસ આ તારીખથી શરૂ થશે

રાજ્યમાં ધોરણ.9 અને 11ના વર્ગો અને ટ્યુશન ક્લાસ આ તારીખથી શરૂ થશે

Team Chabuk- Gujarat Desk: શાળા શરૂ કરવા મુદ્દે રાજ્ય સરકારે ફરી મહત્વનો નિર્ણય લીધો છે. આગામી 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો પણ શરૂ થશે..જો કે, બાળકોને શાળાએ મોકલવા માટે વાલીઓની સહમતી જરૂરી છે. 1 ફેબ્રુઆરીથી ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આ માટે 8 જાન્યુઆરીએ શિક્ષણ વિભાગે જાહેર કરેલી SOPનું પાલન કરવુ પડશે. કોરોનાની ગાઈડલાઈન મુજબ ટ્યુશન ક્લાસીસ શરૂ કરી શકાશે.

રાજ્યમાં હવે તબક્કાવાર શાળા અને કોલેજના વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં હવે FY,SYના વર્ગો શરૂ કરવા મુદ્દે નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત હોસ્ટેલ શરૂ કરવાને લઈને પણ આગામી સમયમાં નિર્ણય લેવાશે  

કોરોનાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે.

મેટ્રો શહેરમાં સરકારના આ નિર્ણયને વાલીઓએ આવકાર્યો છે. વાલીઓએ કહ્યું કે, લાંબા સમયથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ઓનલાઈન ચાલી રહ્યો છે. હવે રાજ્યમાં કોરોનાનું જોર ઘટ્યું છે તો શાળા શરૂ કરવામાં કંઈ ખોટું નથી. આ ઉપરાંત વાલીઓએ એવું પણ કહ્યું કે, અમે બાળકોને સ્કૂલે જવાની મંજૂરી આપીશું પરંતુ શાળા સંચાલકોએ પણ બાળકોની કાળજી લેવી પડશે. બાળકોને નિયમોનું ચુસ્ત પાલન કરાવવું પડશે જેથી કોરોનાનું સંક્રમણ ફેલાય નહી. આ બાબતે શાળાઓએ જરા પણ બેદરકારી રાખવી જોઈએ નહીં.

11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 તેમજ યુજી તેમજ પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ થઈ ગયા છે. શાળા કોલેજ ખુલી તેને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓનો સારો પ્રતિસાદ મળ્યો હતો. શાળા ખુલ્યાના પ્રથમ દિવસે 70 ટકા જેટલા વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા. 8 જાન્યુઆરીએ આ SOP જાહેર કરાઈ છે

શાળા અને કોલેજ શરૂ થયા પછી વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. જે વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ માટે આવે છે તેમને વાલીઓની સંમતિ લેવી પડશે. જો વિદ્યાર્થીઓ શાળામાં આવવા નથી ઈચ્છતાં તેમના માટે ઓનલાઈન શિક્ષણનો પણ વિકલ્પ ખુલ્લો જ છે. શાળા-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે. થર્મલ ગન, સાબુ અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરવાની રહેશે.

શાળાએ આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ લેવી પડશે. વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે એ જોવાનું રહેશે.

બે વિદ્યાર્થી વચ્ચે સામાજિક અંતર જળવાઈ રહે તે મુજબ બેઠક વ્યવસ્થા કરવી પડશે. શાળા-કોલેજ સંકૂલમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય એ માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન કરવું પડશે.

સામૂહિક પ્રાર્થના, રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. શાળાઓએ PHC સેન્ટર સાથે સંપર્કમાં પણ રહેવું પડશે.

ભારત સરકારની SOPને અનુસરી શાળા-કોલેજોએ જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત રાખવી પડશે.

રાજ્યમાં આવેલી બોર્ડની તમામ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિ જાતિ વિકાસ વિભાગની શાળાઓને SOP લાગુ પડશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments