Homeગામનાં ચોરે1400 રૂપિયામાં વેચાઈ રહ્યો છે તમારો મોબાઈલ નંબર, ડેટા લીકમાં ટેલિગ્રામ બોટનો...

1400 રૂપિયામાં વેચાઈ રહ્યો છે તમારો મોબાઈલ નંબર, ડેટા લીકમાં ટેલિગ્રામ બોટનો ઉપયોગ

Team Chabuk- National Desk: જો તમે ફેસબુક અને ટેલિગ્રામ એપનો ઉપયોગ કરો છો તો તમારા માટે આ મોટા સમાચાર છે. ફેસબુકનો ફરી એકવાર ડેટા લીક થઈ હોવાની માહિતી સામે આવી છે અને આ વખતે ડેટા લીક કરવામાં ટેલિગ્રામ એપનો ઉપયોગ કરાયો હોવાનો દાવો કરાયો છે. દાવો છે કે, આશરે 42 કરોડ ફેસબુક યુઝર્સનો ડેટા લીક થઈ ગયો છે એટલું જ નહીં આ ડેટા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા વેચવામાં પણ આવી રહ્યો છે. એક ખાનગી રિપોર્ટનું માનીએ તો, ટેલિગ્રામ એપના બોટથી આ ડેટા લીક થયો છે.

બોટ એટલે શું?

બોટ એક પ્રકારનું સોફ્યવેર છે જે પહેલાંથી નક્કી કરેલા કાર્યને વારંવાર કરે છે. બોટ ઇન્ટરનેટથી જ કામ કરે છે. બોટનો ઉપયોગ સામાન્ય રીતે કંઈક વાયરલ કરવું, કોઈ ટ્વીટને રિ-ટ્વીટ કરવું વગેરે જેવા કામ માટે કરવામાં આવે છે. બોટ વારંવાર કરવામાં આવતા કામ કરે છે.

1400માં મોબાઈલ નંબર !

અહેવાલ મુજબ જે લોકોના ડેટા લીક થયા છે તેને કરોડો રૂપિયામાં વેચવામાં આવી રહ્યા છે. જે લોકોનો ડેટા લીક થયો છે તેમના મોબાઈલ નંબરને 1 હજાર 400 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. આવી રીતે 1400 રૂપિયામાં બીજી અન્ય વિગતો પણ આપવામાં આવી રહી છે. જેમ કે, ઈમેઈલ આઈડી. લીક થયેલા ડેટામાંથી, ફેસબુક એકાઉન્ટ સાથે જોડાયેલા મોબાઇલ નંબર 1,400 રૂપિયામાં વેચાઇ રહ્યો છે. અન્ય ડેટાની પણ સમાન કિંમત રાખવામાં આવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ડેટા ટેલિગ્રામ બોટ દ્વારા કરવામાં આવ્યો હતો.

2019માં હેકર્સ સુધી પહોંચેલા ડેટા

વાઇસ મીડિયાના અહેવાલ મુજબ આ ડેટામાં એવા યુઝર્સની માહિતી છે જેના એકાઉન્ટ બે વર્ષ પહેલાં લીક થયા હતા. 2019માં એક રિસર્ચરે ફેસબુકના એક અનસિક્યોર સર્વરની ઓળખ કરી હતી. જેમાં લગભગ 42 કરોડ યુઝર્સનો ડેટા સંગ્રહિત હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ડેટા લીકમાં 61 લાખ ભારતીય યુઝર્સનો ડેટા પણ સામેલ છે.

ફેસબુકે શું કહ્યું?

ફેસબુકે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે કે, યુઝર્સનો ડેટા લીક થયો છે. આ અંગે ફેસબુકે સ્પષ્ટતા કરી છે કે, આ બોટ 2019 પછી બનાવવામાં આવેલા ખાતાઓ પર કામ કરતું નથી. સરળ શબ્દોમાં કહીએ તો, આ લીકમાં એવા લોકોના એકાઉન્ટ્સ સામેલ છે જેમના એકાઉન્ટ્સ 2019 પહેલાંના છે. ફેસબુકે કહ્યું કે, આ હેકિંગમાં 2019 પહેલાં બનાવેલા એકાઉન્ટ્સ ટેલિગ્રામ દ્વારા એક્સેસ કરી શકાય છે.

ડેટા લીક મુદ્દે ફેસબુક સતત ચર્ચામાં રહે છે. આ પહેલાં એપ્રિલ 2020માં 26 કરોડ યુઝર્સનો ડેટા લીક થયો હોવાની માહિતી સામે આવી હતી. ત્યારે પણ ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગે માફી માગવી પડી હતી. ત્યારે ફેસબુકે હવે પછી ડેટા લીક નહીં થાય તેવી ખાતરી પણ આપી હતી.

એપ્રિલ 2020માં માહિતી સામે આવી હતી કે હેકર્સ યુઝર્સનો ડેટા ડાર્ક વેબ પર વેચી રહ્યા છે. જેની રકમ તેઓ 41 હજાર 600 રૂપિયા વસૂલી રહ્યા છે. 2020માં લીક થયેલા ડેટામાં ફેસબુક આઈડી નંબર, યુઝરની ઉંમર, લાસ્ટ કનેક્શન અને મોબાઈલ નંબર જેવી વિગતો સામેલ છે.


આ પહેલાં બ્રિટિશની ડેટા એનાલિટિક્સ કંપની કેંબ્રિજ એનાલિટિકા પર ડેટા ચોરવાનો આરોપ લાગ્યો હતો. જેના માટે તેને 5 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારાયો હતો. વારંવાર ડેટા લીક થતાં હોવાથી હવે લોકોનો ફેસબુક પરથી પણ ભરોસો ઉઠી રહ્યો છે. તાજેતરમાં ફેસુબુકની માલિકીવાળી એપ્લીકેશન વોટ્સએપ પણ વિવાદમાં આવી હતી.  જે બાદ લાખો લોકોએ વોટ્સએપને પણ તિલાંજલિ આપી દીધી છે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments