Homeગુર્જર નગરીપિતાના મૃતદેહના હાથમાંથી કડું ગાયબ, પુત્રએ કહ્યું, “જોઈએ એટલા રૂપિયા લઈલો પણ...

પિતાના મૃતદેહના હાથમાંથી કડું ગાયબ, પુત્રએ કહ્યું, “જોઈએ એટલા રૂપિયા લઈલો પણ પિતાની અંતિમ નિશાની આપી દો”

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. દિવસેને દિવસે પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો છે. મૃત્યુદરમાં પણ નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. એવામાં કેટલાક નિર્દય લોકો હોસ્પિટલના બિછાને પડેલાં ગંભીર દર્દીઓ અને નિધન બાદ પરિવારની રાહ જોઈ રહેલા મૃતદેહને પણ નથી છોડી રહ્યા. વડોદરાનો એક આવો જ હૈયુ કંપાવી દેતો કિસ્સો સામે આવ્યો છે.

તાજેતરમાં જ વડોદરા શહેરમાં આવેલી સમરસ હોસ્ટેલ સ્થિત કોવિડ કેર સેન્ટરમાંથી એક દર્દીના નિધન બાદ તેના હાથમાં રહેલું ચાંદીનું 600 ગ્રામનું કડુ ચોરાઈ ગયું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મૃતક દર્દીના પુત્રએ જણાવ્યું હતું કે, મારી પાસેથી જેટલા રૂપિયા લેવા હોય તેટલા લઇ લો, પણ મારા પિતાની અંતિમ નિશાની મને પાછી આપી દો.

મૃતકના પરિવારનો આક્ષેપ

વડોદરા શહેરમાં રહેતા 50 વર્ષીય રાહુલ રવિશંકર દુબેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને કોવિડ કેર સેન્ટરમાં લઈ જવાયા હતા જ્યાં તેમનું નિધન થયું હતું. હોસ્પિટલમાંથી પરિવારના સભ્યોને મૃતક અંગે જાણ કરાતા તેઓ તાત્કાલિક સમરસ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટર પહોંચી ગયા હતા. જ્યારે રાહુલ દુબેને પરિવાર તેમનો મૃતદેહ લેવા ગયા ત્યારે પરિવારના જ સભ્યોનું ધ્યાન તેમના હાથના કાંડા પર પડ્યું હતું. જેમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા અને હાથમાંથી કડુ પણ ગાયબ હતું. પરિવારના સભ્યોએ પહેલાં આ અંગે હોસ્પિટલમાં જાણ કરી હતી અને ત્યારબાદ 100 નંબર પર કોલ કરીને પોલીસની મદદ પણ લીધી હતી. પોલીસે ફરિયાદ નોંધી આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

એક તરફ માણસો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે બીજી તરફ હોસ્પિટલમાં માણસના મોતનો મલાજો પણ નથી જળવાઈ રહ્યો. સવાલ એ પણ છે કે એક માણસે પોતાનો જીવ ત્યાગી દીધો છે અને તમના શરીર પરથી કોઈ ચોરી કેવી રીતે કરી શકે ? આટલી હદે સુરક્ષામાં છીંડા કેટલા યોગ્ય ? હાલ આ મુદ્દે મૃતદેહ પરથી ચોરી કરનારા અજાણ્યા શખ્સોને ઝડપી લઈને તાત્કાલિક કાર્યવાહી કરવા માગણી કરી છે.

તાજેતાજો ઘાણવો



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments