Homeગુર્જર નગરીરાજ્યમાં રખડતા ઢોરનો આતંક, આ શહેરમાં 4 મહિલાઓને લીધી અડફેટે, 2ના મોત...

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક, આ શહેરમાં 4 મહિલાઓને લીધી અડફેટે, 2ના મોત થયા

Team Chabuk-Gujarat Desk: પાટણમાં આજે રખડતા ઢોરનો શિકાર બનેલી ચાર મહિલાઓ પૈકી 2 મહિલાઓના જીવ ગયા છે. ગંભીર બનાવને પગલે ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પાટણ નજીક આવેલા અધાર ગામે એક દુખદ ઘટના ઘટી છે. ગામમાં રખડતા આખલાએ આતંક મચાવી મુક્યો હતો. મહિલાઓ રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે આખલાએ ચાર મહિલાઓને અડફેટે લઈ લીધી હતી. આખલાએ અપફેટે લેતા 2 મહિલાઓના મોત નિપજ્યા છે.

આ ઉપરાંત બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાઓને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ મહિલાઓ શુક્રવારની સવારના સમયે ખેતીકામ માટે જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ઘટનાને પગલે ઈજાગ્રસ્ત મહિલાઓએ જણાવ્યું હતું કે અમે ખેતીકામ માટે જતા હતા ત્યારે આખલાએ હુમલો કર્યો હતો. જોકે સદનસીબે બે મહિલાઓના જીવ બચ્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments