Team Chabuk-Sports Desk: વિશ્વ ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીની ટીમ આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપ 2022 સીઝનની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. અહીં હવે તેણે શુક્રવારે મોડી રાત્રે નેધરલેન્ડની ટીમ સામે મુકાબલો કરવાનો છે. મેસ્સીના સમગ્ર વિશ્વમાં કરોડો ચાહકો છે.
આ ચાહકોમાં મિસ બમબમ એટલે કે બ્રાઝિલિયન મૂળની મોડલ સુઝી કોર્ટેઝ પણ છે. સુઝીએ બ્રાઝિલની મિસ બમબમનો ખિતાબ જીત્યો છે. સુઝી કોર્ટેઝ ખૂબ પ્રખ્યાત છે અને સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં રહે છે.
સુઝી કોર્ટેઝ પોતાને મેસ્સીની ક્રેઝી ફેન ગણાવે છે. અત્યાર સુધીમાં તેણે પોતાના શરીર પર મેસ્સીના 7 અલગ-અલગ ટેટૂ કરાવ્યા છે. હવે સુઝી કોર્ટેઝે એક મોટી જાહેરાત કરી છે. તેણે મેસ્સીનું નવું ટેટૂ કરાવવાની વાત કરી છે.
સુઝી કોર્ટેઝે ડેઈલી સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું છે કે જો આર્જેન્ટીનાની ટીમ આ વખતે ફિફા વર્લ્ડ કપ જીતશે તો તે મેસ્સીના વધુ સુપર ટેટૂ બનાવશે. તેણે કહ્યું કે તે રોઝારિયો શહેરમાં ચેમ્પિયન બનવાની ઉજવણી કરશે, જ્યાં મેસ્સીનો જન્મ થયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત