Homeગામનાં ચોરેમધ્યપ્રદેશ: 8 ભાષા જાણનારા કાલુ ગાઈડનું શંકાસ્પદ મોત, કાલુ ક્યારેય ન હતો...

મધ્યપ્રદેશ: 8 ભાષા જાણનારા કાલુ ગાઈડનું શંકાસ્પદ મોત, કાલુ ક્યારેય ન હતો ગયો સ્કૂલ

Taam Chabuk-National Desk: મધ્યપ્રદેશના ગાઈડ કાલુનો મૃતદહે મળી આવતા હડકંપ મચી ગયો છે. 26 જૂને કિલ્લાની તળેટીના ઉરવાઈ ગેટ વિસ્તારમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ગ્વાલિયર પોલીસે મૃતદેહને કબજે કરીને મામલાની તપાસ શરૂ કરી છે. મધ્યપ્રદેશના ગાઈડ કાલુ અંગ્રેજી સહિત 7 વિદેશી ભાષાઓનો જાણકાર હતો. પરિવારજનોએ જણાવ્યું કે, કાલુ 25 જૂનના રોજ રાત્રે 11 વાગે ઘરેથી નીકળી ગયો હતો, ત્યારબાદ તે પાછો આવ્યો ન હતો. રાત્રિના 2 વાગ્યા સુધી સંબંધીઓએ તેની શોધખોળ કરી હતી. પરંતુ, તે ક્યાંય મળ્યો ન હતો. 26 જૂનની સવારે કેટલાક લોકોએ પોલીસને જાણ કરી કે કાલુ તળેટીના તળિયે મૃત હાલતમાં પડેલો છે.

કાલુ ક્યારેય શાળાએ ગયો ન હતો, પરંતુ ભાષાઓ પર તેની પકડ અદ્ભુત હતી. ચોંકાવનારી વાત એ છે કે, 25 જૂનની રાત્રે ગ્વાલિયરના કિલ્લા પરથી પડીને તેનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું હતું. શરૂઆતમાં તેને આત્મહત્યા માનવામાં આવી રહી છે. જોકે, કાલુ છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ લેતો હતો તેવી વાત સામે આવી હતી.

કાલુ-ધ ટેલેન્ટ ગ્વાલિયર આવતા વિદેશી પર્યટકોને તેમની ભાષામાં ભારતીય ઇતિહાસ સમજાવતો ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઘણી વખત જ્યારે કોઈ અન્ય ગાઈડ ક્યાંક મૂંઝવણમાં હોય ત્યારે તેઓ કાલુ ગાઈડને પૂછતા. સંબંધીઓનું કહેવું છે કે, કાલુ છેલ્લા ઘણા દિવસોથી નશામાં હતો. પરિવારે તેને સમજાવવાની કોશિશ કરી, પરંતુ તેના પર કોઈ અસર થઈ ન હતી.

કાલુના ભાઈએ જણાવ્યું કે, કેટલાક ગાઈડ કાલુને છેલ્લા ઘણા મહિનાઓથી પરેશાન કરી રહ્યા હતા. પરિવારજનોએ કેટલાક લોકોના નામ પણ જણાવ્યા છે. પોલીસે કાલુના મૃતદેહને કબજે કર્યો અને પોસ્ટમોર્ટમ માટે ગ્વાલિયરની જયરોગ્ય હોસ્પિટલમાં મોકલી આપ્યો. પોલીસ સ્ટેશને આ મામલે ગુનો દાખલ કર્યો છે. ગ્વાલિયર પોલીસનું કહેવું છે કે, કાલુનું મોત પડી જવાથી થયું હતું. હવે પીએમ રિપોર્ટ અને પરિવારજનોના નિવેદન બાદ જ સ્પષ્ટ થશે કે મોત પાછળનું કારણ શું હતુ.

7 વર્ષની ઉંમરથી કાલુ ગ્વાલિયર કિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓને બિસ્કિટ, ચિપ્સ, ક્રિપ્સ જેવી વસ્તુઓ વેચતો હતો. તે દરમિયાન બહારથી આવતા ગાઈડને વિદેશી પ્રવાસીઓ સાથે વાત કરતા જોઈને કાલુએ પણ વિદેશી ભાષાઓના શબ્દો શીખવાનું શરૂ કર્યું. પંદર વર્ષની ઉંમર સુધીમાં, કાલુ સ્પેનિશ, જર્મન, ઇટાલિયન, ફ્રેન્ચ, રશિયન, જાપાનીઝ સહિત 7 દેશોની ભાષાઓ બોલવામાં નિપુણ બની ગયો હતો.

વર્ષ 2017 માં, જ્યારે 35 દેશોના સુપરમોડેલ્સ ગ્વાલિયરના ઐતિહાસિક કિલ્લાને જોવા માટે આવ્યા હતા, ત્યારે તેમને ગાઇડ-કાલુ-ધ-ટેલેન્ટ દ્વારા કિલ્લાની મુલાકાત આપવામાં આવી હતી. કાલુએ સ્પેનિશ, જર્મન, ઇટાલિયન, ફ્રેન્ચ, રશિયન, જાપાનીઝ ભાષાઓમાં આ સુપરમોડેલ્સને ગ્વાલિયરના કિલ્લા અને ભારતીય ઇતિહાસ વિશે સમજાવ્યું.

કાલુ ગાઈડનો 10 વર્ષ પહેલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments