Homeગુર્જર નગરીઅમરેલીઃ રાજકોટ હોસ્ટેલમાં રહીને ભણવું ન હોવાથી કરી આત્મહત્યા, ખેડૂત પરિવારે એકનો...

અમરેલીઃ રાજકોટ હોસ્ટેલમાં રહીને ભણવું ન હોવાથી કરી આત્મહત્યા, ખેડૂત પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

Team Chabuk-Gujarat Desk: અમરેલીના કુંકાવાવના ધુણીધાર ગામના એક વિદ્યાર્થીએ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવો ન હોવાથી આત્મહત્યા કરી લીધી છે. ધોરણ 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને રાજકોટમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ ન કરવો હોવાથી તેણે એસિડ ગટગટાવીને જીવન ટૂંકાવી લીધું છે. જેના કારણે ખેડૂત માતા-પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો છે.

મળતી વિગતો પ્રમાણે, અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના ધુણીધાર ગામે રહેતા દર્શિલ ભરતભાઈ સરધારા (ઉ.વ.17) નામના વિદ્યાર્થીએ બે દિવસ પહેલા પોતાની વાડીએ જઈને એસિડ ગટગટાવી લીધું હતું. જેથી તેને બેભાન હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

મૃતક દર્શિલને ધોરણ 12માં રાજકોટમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવો ન હતો. પરંતુ પરિવારનો આગ્રહ હતો કે તે હોસ્ટેલમાં રહીને જ અભ્યાસ કરે. ત્યારે આ મુદ્દે દર્શિલે એસિડ ગટગટાવીને જીવન ટૂંકાવી લીધું છે. દર્શિલને રાજકોટ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવાનું ગમતુ ન હોય આ વાત પિતાને કરી શક્યો નહોતો જેના કારણે તા. 2/6ના પોતાની વાડીએ એસિડ ગટગટાવી લેતા બેભાન હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મળતી વિગત પ્રમાણે દર્શિલ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હોવાનું અને પિતા ખેતી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. એકના એક પુત્રની આત્મહત્યાથી માતા-પિતા પર આફતનું આભ તૂટી પડ્યું છે. દર્શિલના આ પગલાંથી પરિવારમાં પણ ગમગીની છવાઈ ગઈ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments