Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ગરમીનો પારો હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગરમી અને વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસમાં બે દિવસ તાપમાનનો પારે 43 ડિગ્રી રહેશે અને ત્યારબાદ 6 તારીખથી તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થશે. આ સાથે જ વરસાદને લઈને પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 8 જૂનથી રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરાઈ છે. આ તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતથી ભેજ વાળા પવન આવતા વરસાદી માહોલ રહેશે. ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીની પણ અસર રહેશે. જોકે રાજ્યમાં હજુ ચોમાસાના વરસાદની રાહ જોવી પડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
