Team Chabuk-Gujarat Desk: હવે ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓને સ્થાનિક કક્ષાએ આધુનિક પદ્ધતિ વડે જૈવિક બેક્ટેરિયા અને ઉપયોગિતા વિશેના રિસર્ચ સાથેનો અભ્યાસ કરી શકશે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલી સંસ્થા સીમાર સર્વોદય સોસાયટી સંચાલિત મહિલા સાયન્સ કોલેજ-કીડીવાવમાં કાર્યરત માઈક્રો બાયોલોજી ડિપાર્ટમેન્ટ તેમજ મહારાષ્ટ્ર સ્થિત માઈક્રો રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત બદ્રીનારાયણ બરવલે મહાવિદ્યાલય-જલાલા વચ્ચે વિશેષ કરાર થયા છે.
બંને સંસ્થા વચ્ચે વેરાવળમાં આવેલી ખાડીમાં રહેલા જૈવિક બેક્ટેરિયા અને તેમની ઉપયોગિતા વિશેના સંશોધન માટેના કરાર થયા છે. આ અંગે સીમાર સર્વોદય સોસાયટીએ જણાવ્યું કે, જૈવિક બેક્ટેરિયા અને તેમની ઉપયોગિતા વિશે બંને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વિષય નિષ્ણાત પ્રોફેસર સાથે મળીને સમાજ ઉપયોગી સંશોધનો કરશે અને જૈવ વિવિધતાની ઉપયોગિતા પર કામ કરશે.
આ કરારનો મુખ્ય હેતું ગીર સોમનાથ તેમજ રાજ્યના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બહાર ન જવું પડે તેમજ વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી જૈવિક બેક્ટેરિયા અને તેમની ઉપયોગિતા વિશે સંશોધન કરી વધુમાં વધુ માહિતી એકઠી કરી શકે તેવો છે. વિદ્યાર્થીઓ અહીં જૈવવિવિધતાની ઔદ્યોગિક ઉપયોગિતા પર રિસર્ચ કરી પોતાના જ્ઞાનમાં વધારો કરી શકશે.
સીમાર સર્વોદય સોસાયટીના પ્રમુખ રામસિંહ ડોડિયા અને સંચાલક સંજય ડોડિયા તેમજ પ્રદ્યુમનસિંહે આ અંગે જણાવ્યું હતું કે, તેની સંસ્થા આવનારા સમયમાં ટેકનોલોજીના ઉપયોગ વડે આધુનિક શિક્ષણ આપવા કટિબદ્ધ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
