Team Chabuk-Political Desk: હાલ કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. આ યાત્રાએ અત્યાર સુધી 1 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું છે. છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી આ યાત્રા ચાલી રહી છે અને શરૂઆતથી જ ભારત જોડો યાત્રા સાથે રાહુલ ગાંધી જોડાયેલા છે. યાત્રાની શરૂઆતથી જ રાહુલ ગાંધી સમાચારમાં ચર્ચામાં છે. ક્યારેક ટી-શર્ટની કિંમત વિશે તો ક્યારેક મોંઘા ચંપલ વિશે. હવે રાહુલ ગાંધી પોતાની વધેલી દાઢીને લઈને ચર્ચામાં છે. 37 દિવસથી પ્રવાસ કરી રહેલા રાહુલના લુકમાં ઘણો બદલાવ આવ્યો છે. ચહેરા પર દાઢી વધી ગયેલી જોવા મળી રહી છે. અને તેમાં તેઓનું ગોરાપણું પણ દેખાઈ રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે એક વખત ખુદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દાઢી પર ટિપ્પણી કરી હતી.
રાહુલ ગાંધી કોંગ્રેસની ભારત જોડો યાત્રા સાથે હાલ કર્ણાટકમાં છે. આ યાત્રા પાંચ મહિના ચાલવાની છે. જેમાં એક મહિનો પૂર્ણ થઈ ચુક્યો છે. યાત્રા શરૂઆતથી જ ચર્ચામાં રહી છે. આ ભારત જોડો યાત્રા દ્વારા રાહુલ ગાંધી લોકો સાથે જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ આ યાત્રામાં તેમનો સાથ આપતા જોવા મળી રહ્યા છે. આ દિવસોમાં રાહુલના નવા લુકને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. તેમના ચહેરા પર દાઢી ઉભરી આવી છે, જે તેના કેટલાક ચાહકોને પસંદ આવી રહી છે તો કેટલાક તેને ક્લિન શેવ કરવાની સલાહ આપી રહ્યા છે.
ગયા વર્ષે બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાઢી વધારી હતી ત્યારે તેઓ ચર્ચામાં આવ્યા હતા. વિરોધીઓએ તેમના લુકને ચૂંટણી માટેનો રાજકીય સ્ટંટ ગણાવ્યો હતો. રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાનના આ લુક પર ટિપ્પણી કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
