Team Chabuk-National Desk:હરિયાણામાં પંચાયતની ચૂંટણી આવતા જ દુષ્કર્મનો દોષિત રામ રહીમ જેલમાંથી પેરોલ પર બહાર આવી ગયો છે. એટલું જ નહીં તે ઓનલાઈન સત્સંગ કરી રહ્યો છે જેમાં સામાન્ય લોકોની સાથે નેતાઓપણ સામેલ થઈ રહ્યા છે. તાજેતરમાં જ એક સત્સંગ દરમિયાન ભાજપની નેતા જોડાઈ હતી અને રામ રહીમના આશીર્વાદ લીધા હતા.
18 ઓક્ટોબરે રામ રહીમે ઉત્તરપ્રદેશના બાગપતથી એક વર્ચ્યુઅલ સત્સંગનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં હરિયાણા ભાજપના મોટા નેતાઓ જોડાયા હતા. કાર્યક્રમમાં પંચાયતની ચૂંટણીના ઉમેદવારો પણ હાજર રહ્યા અને આશીર્વાદ લીધા.
રામ રહીમ સાથે ઓનલાઈન સંવાદ કરતા કરનાલની ભાજપની મેયર રેણુ બાલા ગુપ્તાએ રામ રહીમને પિતાજી કહીને સંબોધિત કર્યો. રેણું બાલા ગુપ્તાએ કહ્યું કે, ” પિતાજી તમારા આશીર્વાદ બન્યા રહે. પહેલાં પણ આપ કરનાલ આવ્યા હતા અને સ્વચ્છતાનો સંદેશ જે આપે આપ્યો હતો તેનાથી કરનાલ આગળ વધ્યું અને આગળ પણ તમે કરનાલને આગળ વધારતા રહો અને સૌને આશીર્વાદ આપતા રહો.”
રેણુ બાલા ગુપ્તાને પ્રત્યુતર આપતા રામ રહીમે કહ્યું હતું કે,” આપ સૌને આશીર્વાદ, તમે બધા જવાબદાર લોકો સમગ્ર દેશને ચમકાવો અને આગળ લઈ જાઓ.”
કાર્યક્રમમાં કરનાલ મહાનગરપાલિકાના મેયર રેણુ બાલા ગુપ્તા ઉપરાંત ભાજપના જિલ્લા પ્રમુખ યોગેન્દ્ર રાણા, નાયબ મેયર નવીન કુમાર અને સિનિયર ડેપ્યુટી મેયર રાજેશ કુમાર સામેલ હતા.
વિવાદીત વ્યક્તિના સત્સંગમાં સામેલ થવા મુદ્દે સિનિયર ડેપ્યુટી મેયરે સ્પષ્ટતા કરી હતી કે, બાબાજીનો સત્સંગ હતો. તેમણે સત્સંગમાં બોલાવ્યા હતા. ઉત્તરપ્રદેશથી ઓનલાઈન સત્સંગ કરવામાં આવ્યો. મારા વોર્ડના કેટલાય લોકો બાબા સાથે જોડાયેલા છે. તેમનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમનો ભાજપ અને ચૂંટણીને કોઈ સંબંધ નથી.
મહત્વનું છે કે, ડેરા પ્રમુખને એવા સમયે પેરોલ મળ્યા છે જ્યારે ટૂંક જ સમયમાં હરિયાણામાં પંચાયતની ચૂંટણી યોજાવાની છે. તો એ પણ ઉડીને આંખે વળગે છે કે, કરનાલ એ હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરની વિધાનસભા સીટ છે. બીજી તરફ હરિયાણા સરકારે આ મુદ્દે કહ્યું હતું કે, રામ રહીમને પેરોલ મળવા એ રૂટિન પ્રક્રિયા છે.
હરિયાણાની આદમપુર સીટ પર 3 નવેમ્બરે પેટાચૂંટણી છે. જે હિસ્સાર જિલ્લાાં આવે છે અને અહીં રામ રહીમનું સારું એવું પ્રભુત્વ છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ