Homeગુર્જર નગરી18મી સદીમાં જીવતા રાજકોટનાં ગામડા, ‘ડેલીએ ડુંગળી રાખવાથી ઘરમાં વાઈરસ ન પ્રવેશે’

18મી સદીમાં જીવતા રાજકોટનાં ગામડા, ‘ડેલીએ ડુંગળી રાખવાથી ઘરમાં વાઈરસ ન પ્રવેશે’

Team Chabuk-Gujarat Desk: રંગીલુ રાજકોટ વેક્સિન બાબતે અંધશ્રદ્ધાનું રાજકોટ બની ગયું છે. એકવીસમી સદીમાં અને જેમના હાથમાં મોબાઈલ જેવી ટેકનોલોજી આવી ગઈ છે તેઓ પણ આવી અફવાઓની ચુંગાલમાં ફસાય જાય છે. માની નથી શકાતું કે સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિકસિત શહેરોમાં રાજકોટનો સમાવેશ થાય છે.

વેક્સિન લેવા જનારા લોકોને પણ અમદાવાદ અને સુરતની જેમ લાંબી કતારમાં ઊભા રહેવાના વારા નથી આવતા. હવે આ અંધશ્રદ્ધામાં રમણ-ભમણ કરી રહેલા લોકોને બહાર કાઢવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનને વહિવટી તંત્ર દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે.

ખાસ તો ગામડાઓમાં વેક્સિનને લઈ ભારે અંધશ્રદ્ધા વ્યાપેલી છે. જેના અવારનવાર વીડિયો પણ સામે આવ્યા રાખે છે. જો આવી જ રીતે લોકો અંધશ્રદ્ધામાં ગળાડૂબ રહ્યા તો કોઈ દિવસ સમગ્ર ભારતને વેક્સિન નહીં લાગે.

હાલ તો ગ્રામીણ વિસ્તારોમાં ઉધઈની જેમ ચોંટી ગયેલી અને કોરી ખાતી અંધશ્રદ્ધાને ડામવા માટે વહિવટીતંત્ર દ્વારા મનોવિજ્ઞાન ભવનને કામે લગાડવામાં આવ્યા છે. મનોવિજ્ઞાન વિષયના અનુસ્તાકના વિદ્યાર્થીઓ, પ્રોફેસરોની સાથે ગામડે ગામડે ઘુમી આ માટેનું રૂબરૂ કાઉન્સેલિંગ કરી રહ્યા છે.

જોકે મનોવિજ્ઞાનની ટીમે પોતાના જે અનુભવો જણાવ્યા એ ઉપરથી કહી શકાય કે વિશ્વ 21મી સદીમાં જીવે છે અને રાજકોટના અંતરિયાળ ગામડાના લોકો 18મી સદીમાં જીવી રહ્યા છે. મનોવિજ્ઞાનની ટીમ 27 ગામડાઓમાં ફરી હતી અને 1800થી વધારે લોકોની સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી.

અહીં લોકો પાસેથી તેમને વિચિત્ર વસ્તુઓ જાણવા મળી હતી, ડેલીએ ડુંગળી રાખવાથી, મીઠું શેકીને ઘસવાથી કોરોના થતો નથી. ઉપરથી કહી રહ્યા છે કે આવું કરવાથી વેક્સિનની પણ આવશ્યકતા પડતી નથી. લોકો કહી રહ્યા છે કે, ડેલીએ ડુંગળી રાખવાથી ઘરમાં વાઈરસ ન પ્રવેશે. મીઠું શેકીને ઘસવાથી શરદી, ઉધરસ કે કફ થતો નથી. એમને ડોક્ટર ઉપર ભરોસો નથી. કોઈ કહે છે કે દૂધની ધાર કરી રક્ષણ મેળવી લીધું છે. લીમડાનું દાતણ કરીએ છીએ કાંઈ થાય નહીં.

આ વાત જો કોઈ મહાનગરમાં કરવામાં આવી હોય અથવા તો આંતરાષ્ટ્રીય સંસ્થાના કાને પહોંચી હોય તો ભારત દેશની ફજેતી થાય તેમાં અતિશ્યોક્તિ નથી. આવી અંધશ્રદ્ધાઓમાંથી નીકળતા ખબર નહીં ભારતને વધારે કેટલા વર્ષ લાગી જશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments