Homeગુર્જર નગરીઆ વખતે વર્દી સાથે સુરતમાં મહિલા જવાને શોર્ટ વીડિયો બનાવ્યો

આ વખતે વર્દી સાથે સુરતમાં મહિલા જવાને શોર્ટ વીડિયો બનાવ્યો

Team Chabuk-Gujarat Desk: 2019ની સાલમાં ટીકટોકનો સૂર્ય તેના મધ્યાહને તપતો હતો ત્યારે નીતનવા વીડિયો બનતા હતા. કોઈ ઘુવડ સાથે બનાવી વિવાદમાં આવતું હતું તો કોઈ પોલીસના ડ્રેસમાં કે પોલીસ સ્ટેશનમાં બનાવી વિવાદમાં આવતું હતું. આની પાછળનું કારણ સસ્તી લોકપ્રિયતાને જ ગણવી રહી.

સોશિયલ મીડિયા પર લાઈક અને કોમેન્ટ્સનો ઢગલો મેળવવા માટે લોકો આવું કરતાં હોય છે. જોકે તમામ સરકારી કર્મચારીઓને આવા વીડિયો ન બનાવવાની કડક સૂચના આપવામાં આવી હોવા છતાં સુરતમાં એક મહિલા હોમગાર્ડે ડ્રેસકોડમાં જ વીડિયો બનાવ્યો છે. આ કારણે વિવાદ ઊભો થયો છે. તેમને નોટિસ પાઠવવામાં આવી છે અને અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.

આ પહેલા પણ વીડિયો બનાવી વાઈરલ કરાતાં હતાં. જેમાં કેટલાક સરકારી કર્મચારીઓ જ સસ્પેન્ડ થયા હતા. એવું લાગતું હતું કે ટીકટોકની ભારતમાંથી નિવૃત્તિ બાદ હવે આ વિવાદનું શમન થઈ જશે ત્યાં સુરતમાં વધુ એક વીડિયોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને દોડતા કરી દીધાં છે.

સુરતમાં હોમગાર્ડની મહિલા જવાને શોર્ટ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. હોમગાર્ડની મહિલા જવાને બનાવેલો આ વીડિયો ચર્ચામાં રહ્યો ઉપરથી કચેરીના પત્રનું ઉલ્લંઘન કર્યું હોય તાત્કાલિક પગલાં ભરવા માગ કરાઈ છે. અગાઉ પણ બે જવાનોની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા હતાં ત્યારે મહિલા હોમગાર્ડ સામે કેમ નહિ? જેવા પ્રશ્નો ઊભા થયા હતા.

આ સમગ્ર તપાસ સી ઝોનના કમાન્ડિંગ ઓફિસર કિરીટભાઈ પટેલને સોંપવામાં આવી છે. જોકે વીડિયો બનાવવાની પ્રવૃત્તિ પર લગામ લગાવ્યાં છતાં વર્ષમાં એકાદ આવો વીડિયો સામે આવી જ જાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments