Homeગામનાં ચોરેવન વિભાગની આ મહિલા કર્મચારી એવું શું કામ કરી રહી છે કે...

વન વિભાગની આ મહિલા કર્મચારી એવું શું કામ કરી રહી છે કે તેના પર 8 વખત હુમલો થયો

Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઉત્ખનન કરનારાઓ પર વન વિભાગના એસડીઓ શ્રદ્ધા પાંઢેર અને તેમની ટીમ દ્વારા તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કારણે ખનન માફિયાઓની ટ્રેક્ટર ટ્રોલીને પોલીસ સ્ટેશને લઈ જતી વખતે વન વિભાગની ટીમ ઉપર માફીયાઓની ટૂકડી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

બુધવારના રોજ ગેરકાયદેસર રીતે ઉત્ખનન કરીને લઈ જવામાં આવી રહેલી ત્રણ ટ્રેક્ટરની ટ્રોલિઓને જપ્ત કરીને કાર્યવાહી કરવા માટે વન ડેપોમાં લઈ જવામાં આવી રહી હતી. એ પછી દેવગઢ પોલીસ સ્ટેશનના પઠાનપુરમાં ગેરકાયદેસર રીતે રેતી ભરેલ ટ્રેક્ટરને લઈ જઈ દેવગઢ પોલીસ સ્ટેશનમાં સોંપવા લઈ જઈ રહ્યા હતા. આ ટ્રેક્ટરને રોકવા માટે અસામાજીક તત્વો દ્વારા રસ્તા વચ્ચે કાંટા નાખી દેવામાં આવ્યા હતાં.

એ પછી અચાનક ક્યાંકથી આવી ધમકેલા લોકોએ લાકડી અને દંડા વડે મહિલા ઓફિસર અને તેમની ટીમ પર હુમલો કર્યો હતો. આ શખ્સોએ ફાયરિંગ પણ કર્યું હતું અને તેમની સંખ્યા વધારે હોવાથી ટ્રેક્ટરને વન વિભાગના કર્મચારીઓનાં હાથમાંથી છોડાવી ભાગી ગયા હતા. આ ઘટના પોલીસ મથકથી માત્ર એક કિલોમીટરની દૂરી પર બની હતી.

આ હુમલામાં વનવિભાગના એક કર્મચારી મુકેશ સૈન ઘાયલ થયા હતા. ઘાયલને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બે જ મહિનામાં માફિયાઓ દ્વારા એસડીઓ શ્રદ્ધા પાંઢરે પર આશરે 8 જેટલા હુમલા થઈ ચૂક્યા છે.

આ સમગ્ર ઘટનામાં એસડીઓ શ્રદ્ધા પાંઢેરે કહ્યું છે કે, પોલીસ મથકથી માત્ર એક કિલોમીટરની દૂરી પર જ માફિયાઓએ હુમલો કર્યો હતો. જો પોલીસ મથકની ટૂકડી સમયસર પહોંચી જાત તો એ અમારી ઉપર હુમલો ન કરી શકેત. એ પછી ટીઆઈને એફઆઈઆર ફાઈલ કરવાનું કહેવામાં આવ્યું તો તેણે કહ્યું કે એસડીઓ સાહેબ સાથે વાત કરી લો ત્યારે એફઆઈઆર કરીશ. જ્યારે કે મેં કહ્યું કે હુમલો કરનારાઓનાં વીડિયો પણ અમારી પાસે છે. એ પછી પણ ટીઆઈ દ્વારા કશું સાંભળવામાં ન આવ્યું.

સ્થાનિક ગામડાના લોકોનું કહેવું છે કે પોલીસને એન્ટ્રી ફી આપવામાં આવે છે. જેના કારણે માફિયાઓ પર કાર્યવાહી નથી થતી. અસંખ્ય વખત ટીઆઈને ફોન કરવામાં આવ્યો હતો. જોકે કોઈ સ્ટાફ ઘટનાસ્થળ પર નહોતો પહોંચ્યો. જેથી આ સમગ્ર ઘટનાક્રમમાં પોલીસની કામગીરી પર પણ સંકાની સોઈ તણાઈ રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments