Team Chabuk-National Desk: દેશની પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડમી એટલે કે NDAમાં ભરતી થવાની રાહ જોઈ રહેલી છોકરીઓ માટે સારા સમાચાર છે. સુપ્રીમ કોર્ટે તેમની પક્ષમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મહિલાઓ રાષ્ટ્રીય રક્ષા અકાદમીની એટલે કે NDAની પ્રવેશ પરીક્ષામાં સામેલ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે આર્મીની ઝાટકણી કાઢતા કહ્યું કે, આર્મી મહિલાઓને NDA પરીક્ષા માટે મંજૂરી નથી આપતી. આર્મીએ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે આ તેમનો પોલિસી આધારિત નિર્ણય છે, તેના પર કોર્ટે કહ્યું કે, આ પોલિસી આધારિત નિર્ણય લિંગ ભેદભાવ આધારિત છે.
જસ્ટિસ સંજય કિશન કૌલ અને હૃષિકેશ રોયની બેન્ચે કુશ કાલરા દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ અરજીમાં અંતરિમ આદેશ આપ્યો છે. તેમાં મહિલા ઉમેદવારોને NDA પરીક્ષામાં બેસવા માટેની મંજૂરી આપવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, મહિલાઓને પરીક્ષામાં ન બેસવા દેવી એ ભારતના બંધારણના આર્ટિકલ 14, 15 અને 19નું ઉલ્લંઘન છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે છોકરીઓને નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) ની પ્રવેશ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવે. આ પ્રવેશ પરીક્ષા 5 સપ્ટેમ્બરે થવાની છે. કોર્ટે કહ્યું કે આ પરીક્ષા બાદ NDA માં છોકરીઓની ફાઈનલ એન્ટ્રી કોર્ટમાં ચાલી રહેલા કેસના અંતિમ ચુકાદાને આધીન હશે.
Supreme Court orders allowing women to take the National Defence Academy (NDA) exam scheduled for September 5th. The Apex Court says that admissions will be subject to the final orders of the court pic.twitter.com/8YVgaxz5O8
— ANI (@ANI) August 18, 2021
છોકરીઓને અત્યાર સુધીમાં નેશનલ ડિફેન્સ એકેડમીની પરીક્ષામાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવેલી નહતી. છોકરીઓ અને તેમના પરિવારજનો આ મુદ્દે લાંબા સમયથી સરકાર પાસે છૂટ આપવાની માંગણી કરી રહ્યા હતા. આ મામલે સરકાર તરફથી કોઈ નિર્ણય ન લેવાતા લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર સુનાવણી કરતા કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે.
મહારાષ્ટ્રના પુણે પાસે આવેલા ખડકવાસલામાં બનેલી નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) દેશના સૈન્ય અધિકારીઓ તૈયાર કરવાનું પ્રસિદ્ધ સંસ્થાન રહ્યું છે. અહીં 12મા ધોરણ બાદ પ્રવેશ પરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા એડમિશન અપાય છે. અહીં આર્મી, નેવી, એરફોર્સમાં જવાની ઈચ્છા ધરાવતા તમામ કેડેટ્સને એક સાથે તાલિમ અપાય છે. 3 વર્ષની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ કેડેટ્સને તેમની પસંદની સેનાની તાલિમ સંબંધિત એકેડમીમાં મોકલવામાં આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત