Homeસિનેમાવાદકૌન બનેગા કરોડપતિ શોમાં પોપટલાલે અમિતાભ બચ્ચનને સુરેન્દ્રનગરની છત્રી ભેટમાં આપી

કૌન બનેગા કરોડપતિ શોમાં પોપટલાલે અમિતાભ બચ્ચનને સુરેન્દ્રનગરની છત્રી ભેટમાં આપી

Team Chabuk-Entertainment Desk: સોની ટેલિવિઝન પર પ્રસારિત થતો પોપ્યુલર શો કોન બનેગા કરોડપતિમાં સુરેન્દ્રનગરની છત્રી જોવા મળી હતી. ગઈકાલે શુક્રવારે ટેલિકાસ્ટ થયેલા કૌન બનેગા કરોડપતિ શોમાં સોની સબ પર વર્ષોથી પ્રસારિત થતી પોપ્યુલર સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આખી સ્ટાર કાસ્ટ પહોંચી હતી. આ દરમિયાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં પોપટલાલનું પાત્ર ભજવતા શ્યામ પાઠકે અમિતાભ બચ્ચનને સુરેન્દ્રનગરની પ્રખ્યાત છત્રી ભેટમાં આપી હતી.

કૌન બનેગા કરોડપતિ શોમાં હોટ સીટ પર પોપટલાલ એટલે કે શ્યામ પાઠક અને શોના પ્રોડ્યુસર અસિત મોદી બેઠા હતા. તે દરમિયાન પોપટલાલે શોના હોસ્ટ અમિતાભ બચ્ચન સમક્ષ એક ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, હું તમને એક ભેટ આપવા માંગુ છું જેને હું હંમેશા મારી પાસે રાખું છું, તે મારા દિલથી ખૂબ જ નજીક છે. તડકામાં, વરસાદમાં તે મારી સાથે જ હોય છે. હું મારા દિલની વાત તેની સાથે શેર કરું છું. આમ કહીને પોપટલાલ અમિતાભ બચ્ચનને એક સુંદર મજાની ભરતકામ કરેલી છત્રી ભેટમાં આપે છે.

છત્રી ભેટમાં આપીને પોપટલાલ છત્રી ખોલીને અમિતાભ બચ્ચનને બતાવે છે. અને કહે છે કે આ છત્રી ખાસ આપના માટે સુરેન્દ્રનગરથી મંગાવી છે. આ અનોખી છત્રીમાં કરેલું ભરતકામ અને કારીગરી જોઈને અમિતાભ બચ્ચન પણ ખુશ થઈ જાય છે.

મહત્વનું છે કે, આ પ્રકારની અનોખી ભરતગુંથળ કરેલી છત્રીઓ સુરેન્દ્રનગર પંથકમાં બનાવવામાં આવે છે. ખાસ કરીને આ પ્રકારની ભરતકામ કરેલી વિશેષ છત્રી થાન પાસેના તરણેતરના મેળામાં જોવા મળે છે. દર વર્ષે ભરાતા ગુજરાતના મોટા મેળા એવા તરણેતરના મેળામાં આ પ્રકારની છત્રી આકર્ષણનું કેન્દ્ર બને છે. મેળામાં આવી છત્રીઓ લઈને યુવાનો મ્હાલતા હોય છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments