Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ કોરોનાના કપ્પા વેરિએન્ટે ઉથલો મારતા સરકાર અને સ્વાસ્થ્ય વિભાગની ચિંતા બેવડાઈ ગઈ છે. દેશમાં એક બાજુ કોરોનાની બીજી લહેરથી છૂટકારો મળ્યો છે તો નવા નવા વેરિએન્ટ સરકાર અને સ્વાસ્થ્ય પ્રશાસનની ચિંતામાં વધારો કરી રહ્યા છે. મહારાષ્ટ્ર, કેરળ સહિતના પૂર્વોત્તરના રાજ્યોમાં કોરોનાના નવા કેસ સમસ્યા બનીને ઉભર્યા છે. અને હવે કોરોના વાઈરસના નવા સ્ટ્રેનને લઈને ખતરાની ઘંટી વાગી ચૂકી છે. ડેલ્ટા વેરિએન્ટની માહિતી લોકોને ગૂગલ કરતા મળી જશે, કારણ કે તેના પર અઢળક લખાઈ ચૂક્યું છે. આ વચ્ચે નવો આવેલો કપ્પા વેરિએન્ટ શું છે તેના વિશે જાણીએ.
નામકરણ પર થયેલ હંગામો
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન-WHOના જણાવ્યા અનુસાર કપ્પા વેરિએન્ટ કોરોના વાઈરસના એ બે વેરિએન્ટમાંથી એક છે જે ભારતમાં સૌથી પહેલા આઈડેન્ટીફાઈ થયા હતા. કપ્પા પહેલા ડેલ્ટા વેરિએન્ટ ભારતમાં કેટલાય લોકોના જીવ લઈ ચૂક્યો છે. આ બંને વાઈરસ કોરોનાની B.1.617.2 વાઈરસ સાથે સંબંધ ધરાવે છે. જ્યારે ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેરે જોર પકડ્યું હતું ત્યારે B.1.617.2 નામેરી મ્યૂટેન્ટને ભારતીય વેરિએન્ટ નામ આપવામાં આવ્યું હતું. નામ આપવા પાછળ ભારતે આપત્તિ વ્યક્ત કરી હતી.
બાદમાં WHOએ આ વેરિએન્ટનું નામકરણ અલ્ફાબેટના ગ્રીક મૂળાક્ષરો પરથી કર્યું હતું. B.1.617.2ને ડેલ્ટા, B.1.617.1 ને કપ્પા વેરિએન્ટ કહેવામાં આવ્યો. આ રીતે સમગ્ર વિશ્વમાં વેરિએન્ટના નામ આ પ્રમાણે જ રાખવામાં આવ્યા. નીચે કોષ્ટક જુઓ.
| દેશ | વેરિએન્ટ | WHOએ આપેલ નામ |
| બ્રિટન | B.1.1.7 | આલ્ફા |
| દક્ષિણ આફ્રિકા | B.1.351 | બીટા |
| બ્રાઝીલ | P.1 | ગામા |
| અમેરિકા | B.1.427 અને B.1.429 | એપ્સીલોન |
| અમેરિકા | B.1.526 | આયોટા |
| ફિલીપાઈન્સ | P.3 | થીટા |
| અન્ય દેશોમાં | B.1.525 | ઈટા |
આ નામકરણ કરવામાં આવ્યું એ બાદ WHOએ ટ્વીટ કરી જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, આ પ્રકારે નામ રાખવા પાછળનું મુખ્ય કારણ એ છે કે કોઈ જગ્યા કે વિસ્તાર સાથે ભેદભાવ રાખવામાં ન આવે. આ તમામ નામનો રિસર્ચ માટે ઉપયોગ કરવામાં આવતો રહેશે.
WHO શું કહે છે?
કપ્પા વેરિએન્ટ હજુ પણ WHOની વેરિએન્ટ ઓફ ઈટરેસ્ટની લિસ્ટમાં છે. અર્થ છે કે આ વાઈરસ ઉપર ધ્યાન છે પણ હાલ તે ચિંતાનો કોઈ વિષય નથી. જ્યારે કેસમાં વધારો થાય ત્યારે તેને વેરિએન્ટ ઓફ કન્સર્નની (ચિંતાદાયક) શ્રેણીમાં નાખી દેવામાં આવે છે. જેવી રીતે ડેલ્ટા વેરિએન્ટના કેસમાં કરવામાં આવ્યું હતું. WHOના જણાવ્યા અનુસાર, કપ્પા વેરિએન્ટની કેટેગરીનો વાઈરસ કોવિડ-19 બીમારી ફેલાવવાની ક્ષમતા અને લક્ષણોની ગંભીરતામાં વૃદ્ધિ કરી શકે છે. શરીરમાં બનેલી રોગપ્રતિકારકતા શક્તિને પણ ઘટાડી દે છે.
કપ્પાના લક્ષણો શું ?
કપ્પા વેરિએન્ટના તમામ લક્ષણો પણ કોરોના વાઈરસથી થતાં ચેપ જેવા જ છે. તાવ, શરદી, ઉધરસ, માથું દુખવું, મોઢું સૂકાવું, સ્વાદ અને ગંધ જેવા લક્ષણોનો તેમાં સમાવેશ થાય છે. ઈન્ડોનેશિયાની ગ્રીફિથ યુનિવર્સિટીના વાઈરસ વિશેષજ્ઞ ડિક બુડિમાને આ અંગે જણાવ્યું હતું કે, આ વાઈરસથી ચેપગ્રસ્ત વ્યક્તિને પ્રથમ કે બીજા દિવસે શરીરમાં હલ્કા નિશાન દેખાય છે. એ પછી કોરોનાના મૂળભૂત લક્ષણો દેખા દેશે.
વેક્સિન કેટલી અસરકારક?
હાલમાં જ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કહ્યું કે ભારતમાં બનેલ કોવિડની કોવેક્સિન કોરોના વાઈરસના બીટા અને ડેલ્ટા વેરિએન્ટ સિવાય કપ્પા વેરિએન્ટ પર પણ અસરદાર છે. આ પ્રકારનું પરિક્ષણ અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થે પણ કર્યું છે. ગત મહિને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સેલ નામના મેડિકલ જર્નલમાં કપ્પા વેરિએન્ટ પર વેક્સિનના પ્રભાવ વિશે અભ્યાસ કર્યો હતો. સંશોધનમાં જણાવ્યા અનુસાર એસ્ટ્રાજેનેકાની વેક્સિન કોરોનાના ડેલ્ટા અને કપ્પા વેરિએન્ટ પર અસરદાર છે. એસ્ટ્રાજેનેકાની વેક્સિન જ ભારતમાં કોવીશીલ્ડના નામે ઉપલબ્ધ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત