Team Chabuk-Gujarat Desk: સુરતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 35 વર્ષના યુવાનનું માછલી ખાધા બાદ મોત થયું છે. મુન્ના યાદવ નામના યુવાનને માછલી ખાતી વખતે ગળામાં કાંટો ફસાઇ ગયો હતો. જે બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. મુન્નાની તબિયત લથડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું.
મળતી માહિતી મુજબ, શહેરમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં આ દુર્ઘટના બની છે. જેમાં 35 વર્ષનો યુવાન માછલી ખાઇ રહ્યો હતો. આ દરમિયાન મુન્ના યાદવના ગળામાં માછલીનો કાંટો ફસાઇ ગયો હતો. જે બાદ આ ફસાયેલા કાંટાને કારણે તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.
મુન્નાનો પરિવાર તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. ટૂંકી સારવાર બાદ અહીં ડૉક્ટરની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો. પુરી સારવાર મળે તે પહેલાં જ મુન્ના યાદવના શ્વાસ થંભી ગયા હતા. જેને લઈને તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત