Homeગામનાં ચોરેસાંસદને ત્યાંથી મળી 353 કરોડની રોકડ, નોટ ગણવા 40 મશીન પણ પડ્યા...

સાંસદને ત્યાંથી મળી 353 કરોડની રોકડ, નોટ ગણવા 40 મશીન પણ પડ્યા ઓછા

Team Chabuk-National Desk: આવકવેરા વિભાગે ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘર પર દરોડા પાડીને અત્યાર સુધીમાં 353 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આવકવેરા વિભાગે સાંસદ ધીરજ પ્રસાદ સાહુ અને તેમના નજીકના સંબંધીઓ પાસેથી દરોડા પાડ્યા હતા. દરમિયાન રોકડની ગણતરી માટે વધુ સ્ટાફને બોલાવવામાં આવ્યો હતો.

જપ્ત કરાયેલી રોકડની ગણતરી કરવા માટે આવકવેરા વિભાગે વધુ 40 નોટ ગણવાના મશીનો તેમજ 3 બેંકોના કર્મચારીઓને બોલાવ્યા છે. 6 ડિસેમ્બરે ધીરજ સાહુના ઘર પર દરોડા પડ્યા ત્યારથી ઇડી રોકડની ગણતરી કરી રહી છે.

આવકવેરા અધિકારીએ જણાવ્યું કે અગાઉ બેંક કર્મચારીઓ સિવાય 30 અધિકારીઓ જપ્ત કરાયેલી રોકડની ગણતરીમાં સામેલ હતા. મહત્વનું છે કે, સાંસદ ધીરજ પ્રસાદ સાહુ ઝારખંડના અગ્રણી બિઝનેસ અને રાજકીય પરિવારમાંથી આવે છે. ધીરજ સાહુ ઉપરાંત તેના સંબંધીઓ અને મિત્રોના ઘરે EDએ દરોડા પાડ્યા હતા. EDએ ઓડિશામાં બૌધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ (BDPL)ના પરિસર અને બંગાળના કેટલાક સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા.

રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ મળી આવ્યા બાદ ભાજપે તેમની ધરપકડની માંગ કરી છે. દરમિયાન કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસને આની સાથે કોઈ લેવાદેવા નથી.

The MP got 353 crores in cash from there

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments