Homeગુર્જર નગરીમજાક મજાકમાં મોત: સુરતમાં યુવાને એર મશીનની પાઈપ સહકર્મીના ગુદાના ભાગે નાખી...

મજાક મજાકમાં મોત: સુરતમાં યુવાને એર મશીનની પાઈપ સહકર્મીના ગુદાના ભાગે નાખી દેતા પેટમાં હવા ભરાઈ ગઈ

Team Chabuk-Gujarat Desk: મજાક મસ્તી ક્યારેક મોટી આફતમાં પરિણમી જાય છે. દોસ્તીદાવે એમ નેમ થોડું કહેવામાં આવ્યું છે કે, મજાકની પણ એક લિમિટ હોય. પરંતુ આજે જે ઘટના તમે વાંચવાના છો એમાં મજાકની લિમિટ પૂરબહારમાં ક્રોસ કરી ગઈ હતી. સુરતના પલસાણામાં મજાક-મજાકમાં એક યુવાનના ગુદાના ભાગેથી તેના સહકર્મીએ હવા ભરવાની પાઈપ નાખી હતી. યુવાનના પેટમાં હવા ભરાઈ ગઈ હતી અને તેની તબિયત લથડી હતી. તેને હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ગુરૂવારે તેનું મૃત્યુ નિપજ્યું હતું.

આ યુવાનનું નામ મોહમ્મદ શાહબુદ્દીન મોહમદ દુલારા છે. તેની વય 28 વર્ષની હતી. તેઓ નાઓ પલસાણામાં આવેલ કાલાઘોડાના રાજલક્ષ્મી ડેનિમ લિમિટેડમાં નોકરી કરી ગુજરાન ચલાવતા હતા અને બલેશ્વર ગામે ભાડાના મકાનમાં રહેતા હતા.

આ બનાવ ત્રીસમી જાન્યુઆરીનો છે. જ્યારે મિલમાં ફરજ દરમિયાન તેમના 19 વર્ષીય સહકર્મી કૃષ્ણા કાન્હાલાલ ચૌધરીએ મજાકમાં તેમના ગુદાના ભાગે એર મશીનનો પાઈપનો છેડો અડાવી દીધો હતો. પરિણામે શાહબુદ્દીનના પેટમાં ગુદા મારફતે હવા ભરાઈ ગઈ હતી. પેટમાં હવા ભરાઈ જવાના પરિણામે તેમને ભારે દુખાવો ઉપડ્યો હતો.

ઘટના બાદ તેમને પલસાણાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી. એ પછી ચલથાણા સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ગુરુવારના રોજ તેમનું મૃત્યુ થતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments