Homeગુર્જર નગરીસુરતમાં કોરોના વિસ્ફોટઃ અઠવા વિસ્તારના મેઘ મયુર એપાર્ટમેન્ટમાં એક સાથે આટલા કેસ...

સુરતમાં કોરોના વિસ્ફોટઃ અઠવા વિસ્તારના મેઘ મયુર એપાર્ટમેન્ટમાં એક સાથે આટલા કેસ નોંધાતા એપાર્ટમેન્ટ સીલ કરાયું

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે લગભગ વિદાય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સરકારે પ્રતિબંધો પણ હળવા કરી દીધા છે. શેરી નવરાત્રિને પણ છૂટ આપી દેવામાં આવી છે. લોકોમાંથી પણ હવે કોરોનાનો ડર નીકળી રહ્યો છે. તેવામાં સુરતમાં એક એપાર્ટમેન્ટમાં એક સાથે 9 કોરોનાના કેસ આવતા ફફડાટ ફેલાઈ ગયો છે. સુરતમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું હોય તેમ લાગી રહ્યું છે. એક જ એપાર્ટમેન્ટમાંથી એક સાથે 9 લોકો કોરોના પોઝિટિવ આવતાં વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું છે.

rps baby world

મળતી વિગતો પ્રમાણે સુરત શહેરના અઠવા વિસ્તારમાં આવેલા મેઘ મયુર એપાર્ટમેન્ટમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો છે. મેઘ મયુર એપાર્ટમેન્ટમાં એક સાથે 9 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. એક સાથે 9 લોકો કોરોનાથી સંક્રમિત થતાં જ આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. છેલ્લા ઘણા દિવસથી કોરોના કેસ નહીંવત આવી રહ્યા હતા તેવામાં અચાનક એક જ એપાર્ટમેન્ટમાંથી 9 કેસ નોંધાતા આસપાસના વિસ્તારના લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

અઠવા વિસ્તારના મેઘ મયુર એપાર્ટમેન્ટમાં એક સાથે 9 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું છે અને એપાર્ટમેન્ટને સીલ કરી દીધું છે. એપાર્ટમેન્ટની બહાર બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સાથે જ 9 સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ અને ટ્રેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્વારા એપાર્ટમેન્ટના રહીશોને ક્વોરેન્ટાઈન કરીને બહાર બે ગાર્ડ મૂકી દેવામાં આવ્યા છે. જેથી કરીને કોઈ બહારથી એપાર્ટમેન્ટમાં પ્રવેશી ન શકે.

rps baby world

મહત્વનું છે કે, સરકારની ગાઈડલાઈન મુજબ, કોઈપણ બિલ્ડિંગમાં પાંચથી વધુ સંક્રમિતો મળે તો તે બિલ્ડિંગને સીલ કરવામાં આવે છે. જે બાદ સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવનાર અને પાડોશીઓના ટેસ્ટિંગ કરવામાં આવે છે. હાલ મેઘ મયુર એપાર્ટમેન્ટમાં એક સાથે 9 લોકો કોરોના પોઝિટિવ નીકળતાં આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસ ઘટી જતાં લોકો બેજવાબદાર બનીને માસ્ક વિના પણ ફરતાં જોવા મળી રહ્યા છે. ત્યારે જો કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હશે તો તેઓને પણ કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments