Homeગામનાં ચોરેતાલિબાનીઓની મૃતદેહ સાથે ક્રૂરતા, ચાર રસ્તા પર જાહેરમાં ક્રેન પર લટકાવ્યો મૃતદેહ

તાલિબાનીઓની મૃતદેહ સાથે ક્રૂરતા, ચાર રસ્તા પર જાહેરમાં ક્રેન પર લટકાવ્યો મૃતદેહ

Team Chabuk-International Desk: અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને સરકાર પણ બનાવી લીધી છે. સરકાર બનાવ્યા બાદ અલગ-અલગ દાવાઓ કર્યા. લોકોને તાલિબાન રાજમાં કોઈ મુશ્કેલી નહીં પડે તેવું અનેકવાર તાલિબાની નેતાઓ જાહેરમાં કહી ચુક્યા છે. જો કે, હવે જે ઘટના સામે આવી છે તેણે તાલિબાનના આ દાવાઓને ખોટા સાબિત કરી દીધા છે. અફઘાનિસ્તાનના હેરાત શહેરમાં તાલિબાનીઓએ એક મૃતદેહને ક્રેનથી લટકાવી દીધો હતો.

rps baby world

આમ, હવે લોકોની આઝાદી છીનવી લેનારા તાલિબાનીઓ હવે લોકોના મૃતદેહ સાથે પણ બર્બરતા કરી રહ્યા છે. એસોસિએટ પ્રેસના દાવા મુજબ, હેરાત શહેરના મુખ્ય ચાર રસ્તા પર ફાર્મસી ચલાવનારા વજીર અહેમદ સિદ્દીકીએ જણાવ્યું કે, તાલિબાનીઓ કુલ ચાર મૃતદેહ લઈને ચાર રસ્તા પર પહોંચ્યા હતા અને તેમાંથી એક મૃતદેહને  ક્રેન પર લટકાવી દીધો હતો અને અન્ય ત્રણ મૃતદેહને અન્ય ચાર રસ્તા પર લટકાવવા માટે લઈ ગયા હતા.

સિદ્દીકીએ દાવો કર્યો કે, મૃતદેહને પોતાની સાથે લઈ જતી વખતે તાલિબાનીઓએ જાહેરાત કરી હતી કે, આ ચારે લોકોએ અપહરણ કર્યું હતું. જે બાદ પોલીસે આ શખ્સોને મારી નાખ્યા છે. જે બાદ તાલિબાનીઓ તે મૃતદેહને ચાર રસ્તા પર લઈને આવી ગયા હતા. આ પહેલાં મુલ્લા નસુરિદ્દીન તુરાબીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, કોઈ ઘટનામાં હાથ કાપવા તેમજ ફાંસી પર લટકાવવાનો નિયમ રદ નહીં કરવામાં આવે. જો કે, એવું થઈ શકે છે કે, હવે સાર્વજનિક સ્થળે આવું ન કરવામાં આવે.

rps baby world

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી અને નાટો સેનાના ગયા બાદ 15 ઓગસ્ટે જ તાલિબાનીઓઓ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો. ત્યારબાદ સત્તા પરિવર્તન થઈ અને ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં તાલિબાને પોતાની કાર્યકારી સરકારની રચના કરી. મુલ્લા મહોમ્મદ અખુંદને અફઘાનિસ્તાનનો પ્રધાનમંત્રી બનાવાયો. જ્યારે વૈશ્વિક આતંકી હક્કાનીને ગૃહમંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી.

તાલિબાન સરકારની રચના બાદ ચીન, પાકિસ્તાન અને રશિયા જેવા દેશોએ તેને સમર્થન આપ્યું છે. જ્યારે ભારત અને અમેરિકા જેવા દેશોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. સાથે જ બંને દેશોએ એ પણ કહ્યું છે કે, અફઘાનિસ્તાનની ધરતીનો કોઈ ત્રીજા દેશ દ્વાર ઉપયોગ ન કરવામાં આવે.  સમગ્ર દુનિયાની હવે આના પર નજર છે કે, તાલિબાન પોતાના 1990ના દશકના નિયમોમાં કોઈ બદલાવ કરે છે કે તેના દાવા સંપૂર્ણ રીતે ખોટા સાબિત થાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments