Team Chabuk-National Desk: કુંડલી બોર્ડર પર પંજાબના મજૂર લખબીર સિંહની જઘન્ય હત્યાથી સંબંધિત કેટલાય વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. આ વીડિયો કોઈ જોઈ નથી શકતા. અરેરાટી ઉપજાવી રહ્યા છે. વીડિયોમાં વ્યક્તિ લોહીથી લથબથ હાલતમાં જોવા મળી રહ્યો છે અને માફીની સાથે વધની વાત ઉચ્ચારી રહ્યો છે. કોઈએ તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી નહોતી અને તે રિબાઈ રિબાઈને મૃત્યુ પામ્યો હતો.

કુંડલી બોર્ડર પર નિહંગોની સાથે રહેલા પંજાબના તરનતારન જિલ્લાના ચીમા ખુર્દના રહેવાસી લખબીર સિંહની શુક્રવારના રોજ નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી. આ પહેલા તેને રિબાવવામાં આવ્યો હતો. એક વીડિયોમાં યુવકનો હાથ કપાયેલો દેખાઈ રહ્યો છે. વ્યક્તિ જમીન પર પડીને ગળગળી રહ્યો છે અને દસ ગુરૂઓનું નામ લે છે. એને વારંવાર પૂછવા પર એ જણાવે છે કે, ગુરૂએ મોકલ્યો છે અને ગુરૂના મોકલેલા શીખ તેને મુક્તિ આપી રહ્યા છે. એ ગુરૂને માફી માગતો દેખાઈ રહ્યો છે અને તેની આંખો બંધ થઈ જાય છે. આસપાસ ઉભેલા લોકો તેનો વીડિયો બનાવતા રહે છે.

બીજા એક વીડિયોમાં ક્રૂરતા તેની ચરમસીમાએ છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એ વ્યક્તિને ખેડૂતોના મુખ્ય મંચની પાસે જ ઉલ્ટો લટકાવી દેવામાં આવ્યો છે. જેમાં તેનો હાથ કપાયેલો દેખાઈ રહ્યો છે અને તેમાંથી લોહી વહે છે. આ વીડિયોમાં આસપાસના લોકો તેને વારંવાર પૂછી રહ્યા છે કે, તેને કોણે મોકલ્યો અને ક્યાંથી મોકલ્યો.

યુવક વારંવાર એક જ વાત ઉચ્ચારી રહ્યો છે કે તેને એક વખત નીચે ઉતારી દેવામાં આવે તો એ બધી હકીકત જણાવી દે. તેની વાત માનવામાં નથી આવતી અને ધમકી આપવામાં આવે છે કે, તેના પગ પણ કાપી નાખવામાં આવશે અને તેને ખરાબમાં ખરાબ રીતે મારી નાખવામાં આવશે. વ્યક્તિ તડપતા તડપતા બેભાન થઈ જાય છે અને ભાનમાં આવતા ફરી તેને નીચે ઉતારવાનું કહે છે પણ કોઈ તેને ઉતારતું નથી.

આ વીડિયોમાં એક બાળક પણ દેખાઈ રહ્યું છે. જે આખી ઘટના અંગે જણાવી રહ્યું છે. બાળક કહે છે કે, ગુરૂ ગ્રંથ સાહિબની બેઅદબી કરવા પર વ્યક્તિને કેટલાક લોકોએ માર્યો છે અને તેને ઉલ્ટો લટકાવી દેવામાં આવ્યો છે. તેનો કપાયેલો હાથ પણ તેની પાસે જ પડ્યો છે. આ તમામ વીડિયોમાં એક વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે તેને મારતા પહેલા બેરહેમીપૂર્વક તડપાવવામાં આવ્યો છે. ત્રીજા વીડિયોમાં એક વ્યક્તિ બોલી રહ્યો છે કે, પાપીએ ગુરૂ ગ્રંથ સાહેબની બેઅદબી કરી છે. જે પણ અશિષ્ટતા કરશે તેની આ જ સ્થિતિ થશે. પંજાબમાં પણ આ રીતે જ થયું હતું.

હરિયાણાના સોનીપતમાં કુંડલી બોર્ડર પર ત્રણ કૃષિ કાયદાઓના ચાલી રહેલા વિરોધના આંદોલન સ્થળ પર શુક્રવારની સવારે પંજાબની એક વ્યક્તિની હાથ પગ કાપીને ધારદાર હથિયારથી બર્બરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. આ વ્યક્તિને સો મીટર સુધી ઢસડવામાં આવ્યો હતો. તેની હત્યા કરી તેને બેરિકેડ સાથે બાંધી દેવામાં આવ્યો.

વાઈરલ વીડિયોમાં કથિત રૂપથી નિહંગોએ ગુરૂ ગ્રંથ સાહિબ સાથે અશિષ્ટાચારનો આરોપ લગાવી હત્યા કરી હોવાની જવાબદારી લીધી છે. શુક્રવારની મોડી સાંજે નિહંગ સર્બજીતસિંહે પોલીસની ટીમની સામે આત્મસમર્પણ કર્યું હતું. રાતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, યુવકની હત્યા શુક્રવારની સવારે થઈ હતી.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ