Homeતાપણુંફાયરબ્રાન્ડ નેતા સુબ્રમણ્યમ સ્વામીની આ પદ પરથી ભાજપે હકાલપટ્ટી કરી

ફાયરબ્રાન્ડ નેતા સુબ્રમણ્યમ સ્વામીની આ પદ પરથી ભાજપે હકાલપટ્ટી કરી

Team Chabuk-Political Desk: ભારતીય જનતા પાર્ટીએ પોતાની નવી રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી કેટલાય દિગ્ગજોને સાયોનારા કહી દીધું છે. વરુણ ગાંધી અને મેનકા ગાંધી બાદ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા તરીકે ઓળખતા સુબ્રમણ્યમ સ્વામીને પણ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં જગ્યા પ્રાપ્ત નથી થઈ. ભાજપ તરફથી કરવામાં આવેલી કાર્યવાહી બાદ સુબ્રમણ્યમ સ્વામીએ ભલે સીધી પ્રતિક્રિયા આપી ન હોય, પણ તેમણે પોતાના ટ્વીટર હેન્ડલનો બાયો બદલી નાખ્યો છે.

advertisement-1

સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વીટર હેન્ડલના બાયોમાં ખૂદને રાજ્યસભા સાંસદ, પૂર્વ કેબિનેટ મંત્રી, હાર્વર્ડથી અર્થશાસ્ત્રમાં પીએચડી અને પ્રોફેસર લખ્યું છે. જોકે આમાં કોઈ પણ જગ્યાએ તેમણે ભાજપનો ઉલ્લેખ સુદ્ધાં નથી કર્યો. તેમણે બાયોમાં લખ્યું છે કે, મેં તને બિલકુલ એવું આપ્યું, જેવું મને પ્રાપ્ત થયું. માનવામાં આવી રહ્યું છે કે ઈશારો સીધો ભાજપ પર છે, જેમણે નેતાજીને પદ પરથી હટાવી કાર્યવાહી કરી છે. ટ્વીટર પર સુબ્રમણ્યમ સ્વામીને રાષ્ટ્રીય કાર્યકારિણીથી હટાવવામાં આવતા તેમના અંગેની કેટલીય મસાલેદાર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

advertisement-1

ભાજપે 307 સભ્યો ધરાવતી રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી બે વરિષ્ઠ નેતાઓ, મેનકા ગાંધી અને વરુણ ગાંધીને પહેલા જ પાણીચું પકડાવી દીધું છે. બંને નેતાઓએ ગત કેટલાક દિવસોમાં એવા નિવેદનો આપ્યા હતા જેનાથી ભાજપની છબીને નુકસાન પહોંચ્યું હતું. નવા જે ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે તેમાં, દિનેશ ત્રિવેદી, જ્યોતિરાદિત્ય સિંધિયા, વિજય બહુગુણા, સતપાલ મહારાજ, મિથુન ચક્રવર્તીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સુબ્રમણ્ય સ્વામી ભૂતકાળમાં ઘણી વખત ભાજપ પર પ્રહારો કરી છબીને નુકસાન પહોંચડતા રહ્યા છે. જેમનું તેમને મળેલું આ ફળ માનવામાં આવી રહ્યું છે.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments