Homeગુર્જર નગરીરાજકોટ: સગીરા સાથે બે વખત દુષ્કર્મ આચર્યા બાદ કહ્યું, ‘તું તારા રસ્તે...

રાજકોટ: સગીરા સાથે બે વખત દુષ્કર્મ આચર્યા બાદ કહ્યું, ‘તું તારા રસ્તે અને હું મારા રસ્તે તારે અને મારે કંઈ નહીં’

Team Chabuk-Gujarat Desk: હવે નાની વયે બની રહેલા દુષ્કર્મના ગુનાઓએ સમાજમાં ચિંતા ઉત્પન્ન કરી છે. રાજકોટમાં રહેતી એક સગીરાને ધોરણ આઠમાં તેની સાથે અભ્યાસ કરતી બહેનપણીનાં સુરતમાં રહેતા કૌટુંબિક ભાઈએ લગ્નની લાલચ આપી હતી અને બાદમાં દુષ્કર્મ આચર્યું હતું. આરોપી સગીર છે અને તેની ધરપકડ કરી બાળ અદાલતમાં લઈ આવવામાં આવ્યો છે.

આ સમગ્ર ચકચારી બનાવ અંગેની ફરિયાદ પીડિત સગીરાની માતાએ નોંધાવી હતી. રાજકોટમાં રહેતી તેની એક બહેનપણીનું ઘરે આવવા જવાનું રહેતું હતું. દીકરીની બહેનપણીને ત્યાં કોઈ પ્રસંગ હોવાથી તેનો કૌટુંબિક ભાઈ સુરતથી આવ્યો હતો. બંને વચ્ચે પરિચય પાંગર્યો હતો. બેઉં ફોનમાં વાતચીત કરતા હતા. પરિચય બાદ શેખર નામના આ વ્યક્તિએ અલગ અલગ જગ્યાએ બળજબરીપૂર્વક સગીરા સાથે કુકર્મ આચર્યું હતું.

ત્યાં સુધી સગીરા લગ્ન કરશે તેવા ભ્રમમાં રહી હતી પણ આરોપીનો કંઈક બીજો જ ખેલ હતો. પીડિત સગીરાની માતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે એ પ્રમાણે, લગ્નની લાલચ આપનારા શેખરે તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. ઉપરથી સુરત આવી જા લગ્ન કરી લઈશું તેવું પણ જણાવ્યું હતું. અહીં પણ પીડિતા તેના સકંજામાં આવી ગઈ હતી. એ રાજકોટથી સુરત કોઈને પણ કશું જણાવ્યા વિના ચાલી ગઈ હતી જ્યાં યુવકે તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા અને જણાવ્યું હતું કે, તું તારા રસ્તે અને હું મારા રસ્તે. તારે અને મારે હવે કાંઈ નહીં.

દીકરી પરત ફરી હતી અને તેણે પોતાની માતાને પોતાની સાથે જે જે બનાવ બન્યો તેની સંપૂર્ણ હકીકત કહી હતી. જેથી માતાએ દુષ્કર્મી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર મામલે લાગતી કલમો લગાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments