Team Chabuk-Gujarat Desk: આપણે સાંભળ્યું છે કે ગુનેગારને તેના પાપ કર્યા પર પછતાવો થતો હોય છે. પણ હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં ગુનેગારે, વાંદરો ગુલાટ મારવાનું ન ભૂલે અને કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી તે કહેવતને સાર્થક કરી બતાવી છે.
સુરત રેપ કેસનો એક નરાધમ જામીન પર છૂટ્યો અને છૂટતાં વેત તેણે પોતાની જાળ ફરી પાથરી. તેણે 14 વર્ષની એક સગીરાને પીંખી નાખી. આ આરોપીએ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની ધમકી ઉચ્ચારી કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ તેની સાથે કાપોદ્રા અને સાવરકુંડલામાં દુષ્કર્મ આચર્યું હતું અને તેને ગર્ભવતી પણ બનાવી હતી. હાલ પોલીસે પોક્સોની કલમ લગાવી આ રીઢા ગુનેગારને ફરી પકડ્યો છે.
કેટલાક શૈતાનોને ન છોડવામાં જ સમાજની ભલાઈ રહેલી છે. આ વાત સુરત શહેરમાં જામીન પર છૂટેલા જીતુ મુદ્દે સાચી સાબિત થઈ છે. 2014માં શૈતાન જીતુએ 16 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. એને નસાડી ગયેલો અને દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવી દીધી હતી. કિશોરીએ જ્યારે બાળકને જન્મ આપ્યો ત્યારે તેણે કિશોરીને પોતાના મિત્રના હાથમાં સોંપી દીધી હતી. આ કેસમાં જીતુ ત્રણ વર્ષ જેલમાં રહ્યો 2019માં જામીન પર છૂટ્યો અને હવે ફરી લખ્ખણ દેખાડ્યા છે.
લોકડાઉનમાં આ નરાધમ જામીન પર છૂટ્યો હતો અને સાવરકુંડલામાં મામાના ઘરે પહોંચ્યો હતો. અહીં તેણે પોતાની જૂની પેટર્ન મારફતે 14 વર્ષની કિશોરીને ફસાવી હતી. જીતુ કિશોરીને વીંટી પહેરાવતો હોય તેવું દૃશ્ય તેનાં મિત્રે મોબાઈલમાં ઝડપી લીધું હતું અને પછી તેનો હવસનો ખેલ શરૂ થયો હતો. જીતુએ તસવીર વાઈરલ કરવાની ધમકી ઉચ્ચારી હતી અને કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમે સાવરકુંડલા અને કાંપોદ્રામાં કિશોરીને પોતાની હવસની શિકાર બનાવી હતી.
કિશોરીની માતાને જ્યારે જીતુનાં કાળા કારનામાની જાણ થઈ ગઈ ત્યારે તેણે સાવરકુંડલા પોલીસ મથકે આ સંદર્ભે ગુનો દાખલ કર્યો હતો. રત્નકલાકાર એવા આ આરોપીનું નામ પડતા જ પોલીસને સ્પાર્ક થઈ ગયો હતો. તેમણે સુરત એસઓજીનો સંપર્ક સાધ્યો હતો. આ આરોપી સુરતથી પણ ભાગી છૂટવાની પૂરતી તૈયારીમાં હતો. પણ કહેવાય છે ને કે કાયદાના હાથ લાંબા હોય છે. એએસઆઈ જલુભાઈ મગન અને હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લાભુએ જીતુને ઝડપી લીધો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત