Homeગામનાં ચોરેજાણો કોરોનાની ત્રીજી લહેર અંગે વૈજ્ઞાનિકોએ શું કહ્યું ?

જાણો કોરોનાની ત્રીજી લહેર અંગે વૈજ્ઞાનિકોએ શું કહ્યું ?

Team Chabuk-National Desk: દેશભરમાં કોરોનાની બીજી લહેર (corona second wave) હવે ઓસરી રહી છે. કેસમાં ધરખમ ઘટાડો થઈ ગયો છે. એપ્રિલ-મે મહિનામાં પીક પર રહેલી કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી ગઈ છે. જો કે બીજી લહેર સંપૂર્ણ વિદાયમાન થાય તે પહેલાં જ નિષ્ણાતોએ દેશમાં કોરોનાની ત્રીજી લહેર (corona third wave) આવવાની સંભાવના વ્યક્ત કરીને લોકોને ચિંતામાં મૂકી દીધા છે. કોરોના વાઇરસની સંભવિત ત્રીજી લહેરના આગમનને લઈને વૈજ્ઞાનિકોએ નવી ચેતવણી જાહેર કરી છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો લોકો કોવિડ-19 ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન નહીં કરે તો ત્રીજી લહેર દસ્તક જરૂરથી દેશે. વૈજ્ઞાનિકોએ તો એમ પણ કહી દીધું છે કે જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં ત્રીજી લહેર દેશમાં પીક પર હોઈ શકે છે. રાહતની વાત એ છે કે વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય. બીજી લહેરમાં જે પ્રમાણમાં દૈનિક કેસ આવતા હતા તેની તુલનાએ અડધા કેસ જ ત્રીજી લહેરમાં આવી શકે છે.

ભારતમાં કોરોના સંક્રમણનું અનુમાન લગાવવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ (department of science and technology) ગત વર્ષે એક પેનલની રચના કરી હતી. આ પેનલે દેશમાં સંભવિત ત્રીજી લહેર અંગે પોતાના મત રજૂ કર્યા છે. આ પેનલનું માનવું છે કે, ઓક્ટોબર-નવેમ્બરમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર પીક પર હોઈ શકે છે. આ પેનલમાં મનિન્દ્ર અગ્રવાલ (manindra Agrawal) ઉપરાંત IIT હૈદરાબાદના એમ. વિદ્યાસાગર (M.Vidhyasagar), ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના ડેપ્યુટી ચીફ (મેડિકલ) લેફ્ટનન્ટ જનરલ માધુરી કાનિતકર (Madhuri Kanitkar) પણ સામેલ છે. આ તમામનું માનવું છે કે, ત્રીજી લહેર દરમિયાન દેશભરમાંથી દૈનિક દોઢ લાખથી બે લાખ કોરોનાના કેસ આવી શકે છે. જે બીજી લહેરના પીકથી અડધા હશે.

મહત્વનું છે કે દેશમાં જ્યારે કોરોનાની બીજી લહેર પીક પર હતી ત્યારે 7 મેના રોજ 4.14 લાખ કેસ નોંધાયા હતા. મનિન્દ્ર અગ્રવાલનું માનવું છે કે, જો કોઈ નવો વેરિઅન્ટ આવશે તો ત્રીજી લહેર વધુ ઝડપથી ફેલાશે. પરંતુ મનિન્દ્ર અગ્રવાલ માને છે કે, જો રસીકરણની ઝડપ ત્રીજી અને ચોથી લહેરની સંભાવનાઓને ઓછી કરી શકે છે. પેનલના અન્ય એક સભ્ય એમ. વિદ્યાસાગરનું કહેવું છે કે, ત્રીજી લહેરમાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ઓછી થઈ શકે છે.

યુ.કે.નું ઉદાહરણ આપતા એમ. વિદ્યાસાગરે જણાવ્યું કે, યુ.કે.માં જાન્યુઆરી મહિનામાં દરરોજ 60 હજાર કેસ આવતા હતા અને 1200થી વધુના મોત થઈ રહ્યા હતા. પરંતુ ચોથી લહેરમાં નવા કેસ ઘટીને દૈનિક 21 હજાર થઈ ગયા હતા અને મૃતકની સંખ્યા દૈનિક 14 જેટલી જ હતી. આમ મૃતકની સંખ્યા ઘટવા પાછળનું કારણ તેમણે રસીકરણને ગણાવ્યું હતું.

આથી જો ભારતમાં પણ ત્રીજી લહેર આવશે તો મૃત્યુની સંખ્યામાં ઘટાડો થશે. જેટલું ઝડપથી કોરોના રસીકરણ થશે તેટલા મોત ઓછા થવાની સંભાવના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments