Homeગુર્જર નગરીસુરતનો ‘શોખીન’ યુવાન સગીરાને સાતફેરાનું વચન આપી ગર્ભવતી બનાવી છૂ થઈ ગયો

સુરતનો ‘શોખીન’ યુવાન સગીરાને સાતફેરાનું વચન આપી ગર્ભવતી બનાવી છૂ થઈ ગયો

Team Chabuk-Gujarat-Desk: સુરત શહેરમાં છાશવારે બનતા પ્રેમજાળના કિસ્સાઓમાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે. આ વખતે યુવતીની સાથે મિત્રતા કેળવી હવસના ‘શોખીન’ યુવાને તેની સાથે પ્રેમભરી વાતો કરી હતી. સંબંધો વધારે પાંગરતા ‘શોખીન’ યુવાને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. વારંવાર શરીર સંબંધ બાંધવાના કારણે યુવતી ગર્ભવતી બની હતી. યુવતી ‘શોખીન’ યુવાનના સંતાનની મા બનવાની છે તેવું કહેતા એ ‘શોખીન’ યુવાને તેને તરછોડી દીધી હતી. માત્ર હવસ માટે યુવતીઓનો ઉપયોગ કરતા ‘શોખીન’ જુવાન વિરૂદ્ધ યુવતીએ આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતના સુરત શહેરમાં મહિલાઓના શોષણની કૂદકે ને ભૂસકે ફરિયાદો આવતી રહી છે. જેમાં સગીર યુવતીઓ સાથે વધારે કિસ્સા બની રહ્યા છે. આ કિસ્સાઓમાં યુવાનો ભોળી સગીરાઓને સાત ફેરાનું વચન આપી તેની સાથે શરીરસુખ માણે છે અને પછી પેટમાં ગર્ભ રહી જતા તેને છોડીને ભાગી જાય છે. સુરતની 17 વર્ષની  સગીરાની સાથે પણ આવું જ થયું હતું.

17 વર્ષની આ સગીરના નિખીલ ઓમપ્રકાશ શર્મા નામના યુવાન સાથે આંખ મિચોલી થઈ ગઈ હતી. જોકે યુવતીને આ યુવાનની અસલિયતની ખબર નહોતી. આરોપી અને સગીરાના પરિવારની વચ્ચે પારિવારિક સંબંધો હતા. પ્રથમ તો ફોન પર નજીવી વાતો થતી હતી એ પછી ધીમે ધીમે બંનેના હુંફાળા સંબંધોને પ્રેમનું નવું નામ મળી ગયું. આ સંબંધના નામે જ અને યુવાને સગીરાને લગ્નનું વચન આપી છ મહિના સુધી અવાર નવાર શરીર સુખ માણ્યું હતું. જેના કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી.

પ્રેમીનું બાળક પોતાના પેટમાં હોય સગીરાએ તેને લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું, પણ શોખીન એવો આ યુવાન તેને તરછોડીને ભાગી ગયો હતો. આ ઘટનાની ખબર સગીરાના પરિવારને થતાં તેમણે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે યુવાન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ સગીરાની તમામ વ્યથાને સાંભળ્યા બાદ ફરિયાદ દાખલ કરી પોલીસે દુષ્કર્મનો કેસ નોંધ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments