Homeગુર્જર નગરીસુરતઃ મિત્રએ જ મિત્રની પત્ની પર દુષ્કર્મ આચર્યું, આરોપી CSFIનો જવાન

સુરતઃ મિત્રએ જ મિત્રની પત્ની પર દુષ્કર્મ આચર્યું, આરોપી CSFIનો જવાન

Team Chabuk-Gujarat Desk: સુરતના વેસુમાં CIFSના કોન્સ્ટેબલની પત્નીને પડોશમાં રહેતા CSFIના કોન્સ્ટેબલે જ દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે, પતિ નાઈટ શિફ્ટમાં નોકરીએ ગયો તે સમયે પરિણીતાની એકલતાને લાભ ઉઠાવી દુષ્કર્મ ગુજાર્યું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી જવાનની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ કોન્સ્ટેબલે ગુરુવારે સવારે 6:00 વાગે નાઈટ શિફ્ટ પૂરી કરીને ઘરે આવ્યો . ત્યારે તેની પત્ની ફરિયાદ કરી હતી કે, સડા પાંચ વાગ્યે પડોશમાં રહેતો અને તેનો હમવતની યુવક સુનિલકુમાર વેદ પ્રકાશ ઘરમાં ઘૂસી આવ્યો હતો. જે બાદ તેણે જબરદસ્તી કરીને બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. મહિલાએ બૂમા બુમ કરતાની સાથે યુવક દ્વારા પેટમાં અને કમરના ભાગે ઠીક મૂકીને માર માર્યો હતો.

પાંચ વાગ્યે ઘરમાં આવી ધાકધમકી આપી બળાત્કાર ગુજારવાની વિગતો સામે આવી હતી. પત્નીની આવી ફરિયાદ સાંભળીને પતિ પણ ચોંકી ઉઠ્યો હતો કારણ કે, તેનો પતિ સુરત સીઆઈએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો અને બળાત્કાર કરનાર અન્ય કોઈ નહિ પણ પત્નીનો હમવતની અને કોન્સ્ટેબલનો મિત્ર સુનિલકુમાર વેદ પ્રકાશ હોવાનું સામે આવ્યું હતું.

પરણીતાએ હમ વતની હોવાને કારણે આ યુવક સુરતમાં આવ્યો હતો. ત્યાર પોતાના ઘરે જમાડ્યો હતો. તે દિવસથી જ તેની દાનત પરણિતા પર હતી અને તેને પોતાની હવસ સંતોષવા પરણિતા સાથે જબરદસ્તી કરી હતી.કોન્સ્ટેબલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

doctor plus

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments