Homeગામનાં ચોરેડ્રેગને વિશ્વમાં ખળભળાટ મચાવ્યો, ચીનનો ટ્રંપને વળતો જવાબ, અમેરિકી સામાન પર 34%...

ડ્રેગને વિશ્વમાં ખળભળાટ મચાવ્યો, ચીનનો ટ્રંપને વળતો જવાબ, અમેરિકી સામાન પર 34% ટેરિફ વસૂલશે ચીન

Team Chabuk-International Desk: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલે વિશ્વના દેશો પર પારસ્પરિક ટેરિફની જાહેરાત સાથે ટ્રેડ વોરની આશંકા ઉભી થવા લાગી હતી. હવે આ ટ્રેડ વોર શરૂ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ચીન પણ અમેરિકા પર સમાન ટેરિફ લાદવા જઈ રહ્યું છે. ચીનના નાણા મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે 10 એપ્રિલથી અમેરિકાથી આયાત થતા તમામ સામાન પર 34% વધારાની ટેરિફ લાદવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે ચીનનો આ ટેરિફ અમેરિકાના તાજેતરના ટેરિફનો જવાબ છે.

મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, ‘2 એપ્રિલ, 2025 ના રોજ, યુએસ સરકારે દેશમાં આયાત કરાયેલા તમામ ચાઇનીઝ સામાન પર પારસ્પરિક ટેરિફ લાદી અમેરિકાનું આ પગલું આંતરરાષ્ટ્રીય વેપાર નિયમો વિરુદ્ધ છે અને ચીનના કાયદેસરના અધિકારોને નુકસાન પહોંચાડે છે. આ ગુંડાગીરી છે જે માત્ર અમેરિકાના હિતોને નુકસાન પહોંચાડશે નહીં પરંતુ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ, ઉત્પાદન સ્થિરતા અને સપ્લાય ચેનને પણ જોખમમાં મૂકશે.

ચીનના મંત્રાલયે યુ.એસ.ને ટેરિફ દૂર કરવા વિનંતી કરી અને કહ્યું, ‘ચીન યુએસને વિનંતી કરે છે કે તે વાટાઘાટો દ્વારા તેના એકપક્ષીય ટેરિફ પગલાંને તાત્કાલિક દૂર કરે જેથી વેપારને લઈને જે પણ મતભેદો છે તેને દૂર કરી શકાય.’

china

ગુરુવારે એક નિવેદનમાં, ચીનના વાણિજ્ય મંત્રાલયે ટેરિફની ટીકા કરી, તેમને આંતરરાષ્ટ્રીય વેપાર ધોરણોનું ઉલ્લંઘન ગણાવ્યું અને દલીલ કરી કે તે અસરગ્રસ્ત દેશોના કાયદેસરના અધિકારોને નોંધપાત્ર રીતે નુકસાન પહોંચાડે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના તમામ દેશો માટે ટેરિફની જાહેરાત કરી છે. ટ્રમ્પે તેને ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ નામ આપ્યું છે. ટેરિફની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું કે આ મુક્તિનો દિવસ છે જેની અમેરિકા લાંબા સમયથી રાહ જોઈ રહ્યું હતું. ટ્રમ્પે ભારત પર 26 ટકા ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પે પોતાના સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ટ્રમ્પની આ જાહેરાત મુજબ ભારતથી અમેરિકા આવતા માલ પર 26 ટકા ટેરિફ લાદવામાં આવશે. ચીનથી આવતી આયાત પર 34 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ચીન સાથે વધતી જતી વેપાર ખાધ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments