HomeસિનેમાવાદRakhi Sawant mother Died: એક્ટ્રેસ રાખી સાવંતના માતાનું નિધન, લાંબા સમયથી હતા...

Rakhi Sawant mother Died: એક્ટ્રેસ રાખી સાવંતના માતાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Team Chabuk-Entertainment Desk: બોલીવૂડ અભિનેત્રી રાખી સાવંતના માતા જયાનું મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરનાં કારણે નિધન થયું છે. બોલીવૂડ અભિનેત્રી રાખી સાવંતે પોતાની માતાના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે.

તેમને લાંબા સમયથી મુંબઈની ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને મગજની ગાંઠની સારવાર ચાલી રહી હતી. બોલીવૂડ એક્ટ્રેસ રાખી સાવંતએ જણાવ્યું કે તેમના માતા જયાનું નિધન થઈ ગયું છે. તેણે કહ્યું, ‘મા હવે નથી રહ્યા’. રાખી સાવંતે જણાવ્યું કે માતાનું મલ્ટીપલ ઓર્ગન ફેલ થઈ ગયું હતું અને તેની હાલત ઘણી નાજુક હતી. કેન્સર કિડની અને ફેફસામાં ફેલાઈ ગયું હતું. માતાના મૃત્યુની વાત કરતા રાખી રડવા લાગી હતી. માતાના મૃત્યુ સમયે રાખી તેમની સાથે હતી. જણાવી દઈએ કે રાખી સાવંતની માતા જયા છેલ્લા ત્રણ વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તેમની સતત સારવાર ચાલી રહી હતી, પરંતુ ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકયા ન હતા.

રાખી સાવંતે જાન્યુઆરીમાં ફેન્સને કહ્યું હતું કે કેન્સર બાદ તેની માતા જયાને પણ બ્રેઈન ટ્યુમર છે. આ સાથે રાખીએ ચાહકોને તેની માતાના સાજા થવા માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. વર્ષ 2021માં રાખીની માતાનું કેન્સરનું ઓપરેશન થયું હતું, જેના માટે તેણે સલમાન ખાન અને સોહેલ ખાનનો આભાર વ્યક્ત કર્યો હતો. બંને ભાઈઓએ રાખીની માતાની સારવારનો ખર્ચ ઉઠાવ્યો હતો.

રાખી છેલ્લા કેટલાક દિવસોથી બોયફ્રેન્ડ આદિલ ખાન સાથેના લગ્નને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા રાખીએ આદિલ સાથેના કોર્ટ મેરેજના ફોટા પોસ્ટ કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. શરૂઆતમાં આદિલ ખાન રાખી સાથેના લગ્નની વાતને નકારી રહ્યો હતો, પછી તેણે એ પણ કન્ફર્મ કર્યું કે તેણે રાખી સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ રાખી સાવંત અવારનવાર આદિલ સાથેના ફોટો અને ક્યારેક વીડિયો પોસ્ટ કરતી રહે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments