Homeગુર્જર નગરીસુરત: મહિલાના ચરિત્રને યુવક કરતો હતો બદનામ, પોલીસે અટકાયત કરી મહિલાને યુવકની...

સુરત: મહિલાના ચરિત્રને યુવક કરતો હતો બદનામ, પોલીસે અટકાયત કરી મહિલાને યુવકની ઓળખ કરવા બોલાવી તો…

Team Chabuk-Gujarat Desk: હવે તો ઘરે બેઠા ગુના થાય છે. હાથમાં મોબાઈલ છે. સાઈબર ક્રાઈમની અવિરત ફરિયાદોના પ્રવાહ વચ્ચે એક નવી ફરિયાદે સુરત શહેરને વિસ્મયની સોયમાં પરોવી દીધું છે. સુરતની એક મહિલાના ચારિત્ર્યને સોશિયલ મીડિયા પર કોઈ બદનામ કરતું હતું. મહિલા આ વાતથી તંગ આવી ગઈ હતી. તેણે સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે  છદ્મવેશમાં રહેલા પુરુષને પકડી પાડ્યો હતો અને જ્યારે મહિલા તેની ઓળખ કરવા પોલીસ સ્ટેશને ગઈ તો તેની આંખો વિસ્ફારિત થઈ ગઈ હતી.  

સુરતની આ મહિલાને સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પરથી કોઈ વ્યક્તિ બદનામ કરતું હતું. મહિલા અંગે અલગ-અલગ રેકોર્ડિંગ અને સંદેશાઓ તેમના ભાઈ અને અન્ય મિત્ર વર્તુળને મોકલવામાં આવતા હતા. મહિલા આ કનડગતથી પરેશાન થઈ ગઈ હતી. આખરે તેણે કોઈ રસ્તો ન બચતા સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને મહિલાને પોલીસ સ્ટેશન ઓળખ કરવા માટે બોલાવવામાં આવી હતી.

મહિલા જ્યારે પોલીસ સ્ટેશને પહોંચી તો તેના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. તેના ચારિત્ર્ય અંગે ખોટે ખોટી વાતો ફેલાવનારું બીજું કોઈ નહીં પણ તેનો જ પૂર્વ પતિ નીકળ્યો હતો. જે મહિલાને બદનામ કરવા માટે નીતનવા ગતકડાં અજમાવતો હતો. આખરે પોલીસે મહિલાની ફરિયાદના આધારે યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments