Team-Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં એક મહિલાએ પોતાના બીજા પતિ પર પહેલા પતિથી થયેલી સંતાનોનું ધર્મપરિવર્તન કરી જબરદસ્તી ખતના કરવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે કેસ ફાઈલ કર્યો અને આરોપીની ધરપકડ કરી છે.
આ મહિલા હિન્દુ છે. તેના પ્રથમ વેવિશાળ હિન્દુ ધર્મમાં થયા હતા. પહેલા પતિથી બે બાળકો થયા હતા. પણ પતિની ત્રણ વર્ષ પહેલા એક સડક દુર્ઘટનામાં મોત થઈ ગઈ. એ પછી તેણે બીજા લગ્ન મુસ્લિમ યુવક સાથે કર્યા. એ મહિલાના પ્રથમ પતિના કમ્બાઈન હાર્વેસ્ટર મશીનનો ચાલક હતો.
લગ્ન બાદ ધર્મપરિવર્તન કરી મહિલા હિન્દુમાંથી મુસ્લિમ બની ગઈ. એ પછી મહિલાના પહેલા પતિથી થયેલા બાળકોનું ખતના કરવાની શરૂઆત બીજા પતિએ કરી દીધી. મહિલાએ આનો વિરોધ નોંધાવતા કહ્યું કે, આ પહેલા પતિના બાળકો છે. અને પ્રથમ પતિ તો હિન્દુ છે. તો એ રીતે બાળકો વંશપરંપરાગત પ્રમાણે હિન્દુ ધર્મની સાથે સંબંધ રાખે છે. આ વાતને લઈને મહિલા અને તેના પતિની વચ્ચે મારપીટ થઈ ગઈ.
મહિલા ફરિયાદ લઈને પહેલા પોલીસ મથકે ગઈ. એ પછી તે હિન્દુ યુવા વાહિનીનાં જિલ્લા અધ્યક્ષને મળી હતી. અહીં મહિલાની સહમતિથી શુદ્ધિકરણ કરી ઘરે પરત મોકલવામાં આવી. એટલે કે મુસ્લિમ ધર્મમાંથી હિન્દુ ધર્મમાં પરિવર્તન કરાવવામાં આવ્યું. એ પછી નોતનવા પોલીસને હિન્દુ વાહિનીએ ફરિયાદ કરી. ફરિયાદ મળતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી.
આ અંગે મહિલાએ કહ્યું કે, તેના બીજા પતિ તબારકે પહેલા કમ્બાઈન મશીન વેચીને પૈસા ચાઉં કરી લીધા. પછી તેની બહેનને ત્યાં બરગદવામાં લઈ ગયો. ત્યાં એક મસ્જિદમાં ધર્મ પરિવર્તન કરાવીને નિકાહ કર્યા. એ પછી મહિલા બાળકો અને તબારકની સાથે રહેવા લાગી. આરોપ છે કે તબારકે તેનું યૌન શોષણ કર્યું છે. હવે તે બાળકોનું ખતના કરવા માગતો હતો. એ માટે ધમકી પણ આપી રહ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ સમગ્ર ઘટનામાં SP પ્રદીપ ગુપ્તાએ જણાવ્યું કે, 35 વર્ષીય મહિલાના આરોપના આધાર પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીની વિરુદ્ધ IPCની કલમ 376 એટલે કે જબરદસ્તી શારીરિક સંબંધ બનાવવા. કલમ 323 એટલે કે ઈજા પહોંચાડવી. કલમ 504 અપશબ્દો બોલવા, કલમ 506 કોઈને અપરાધિક ધમકી આપવી, કલમ 406 દગો કરવો અને કલમ 3/5 ઉત્તર પ્રદેશ વિધિ વિરુદ્ધ ધર્મ પરિવર્તન પ્રતિષેધ અધિનિયમ 2020 હેઠળ કેસ ફાઈલ કરી ધરપકડ કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત