Team Chabuk-Gujarat Desk: સુરતના મહુવા તાલુકામાં આડાસંબંધમાં એક પ્રેમીએ પ્રેમિકાની સાસુની હત્યાનો પ્રયાસ કર્યો. જોકે આધેડ મહિલાએ પ્રતિકાર કરતા તેનો જીવ બચી ગયો. આોપીએ મહુવાના આંગલધરા ગામે એક મહિલાને મોઢા પર કોથળી પહેરાવી હત્યા કોશિશ કરી હતી.
મળતી માહિતી મુજબ મહુવા તાલુકાના આંગલધરા ગામે કલાબહેન બાબુભાઈ પટેલ ખેતી કરે છે. મહિલા ઘાસચારો કાપી રહી હતી. તે દરમિયાન કોઈક અજાણ્યા શખ્સે પાછળથી આવીને મહિલાના મોઢા પર કોથળી પહેરાવીને ગળું દબાવી મહિલાને ઘસડી ગયો હતો. જો કે, આગળ મહિલાએ હિંમત દાખવી દાતરડું મારી દીધુ હતું. જે બાદ ઘટનાસમયે મહિલાના ઘરની વહુ પણ ત્યાં આવી જતા બૂમાબૂમ કરતા હુમલાખોર ભાગી ગયો હતો.
બીજી તરફ આધેડ મહિલાને શરીરના ભાગે ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે અનાવલ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. મહુવા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા હુમલાખોર મહુવા તાલુકાના કોષ ગામનો ઉમેશ પટેલ હોવાનું બહાર આવ્યું હતું.
હુમલાખોરની ઓળખ થતા ગણતરીના કલાકોમાં ઉમેશ પટેલની અટકાયત કરી લેવાઈ હતી. ઉમેશ પટેલે સ્વીકાર્યું હતં કે, આધેડ મહિલાના પરિવારની વહુ સાથે આડાસંબંધ હતા અને જેમાં આધેડ મહિલા કનડગત કરતા તેની હત્યા કરવાનું ષડયંત્ર ઘડ્યું હતું.

તાજેતાજો ઘાણવો
- IND vs ENG: લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચ 22 રનથી જીતી, રવિંદ્ર જાડેજાની લડાયક ઇનિંગ્સ વ્યર્થ ગઈ
- આજે રાજ્યના આ 5 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ
- ગુજરાતના તમામ રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
- મોરબીમાં ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં સુવિધા ન મળતાં લોકોએ કહ્યું- હવે વિસાવદરવાળી કરવી પડશે
- ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, 6 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે