Team Chabuk-Gujarat Desk: ગઈકાલના રોજ સુરતના ઉધનામાં પારિવારિક સંબંધીની 15 વર્ષીય પુત્રીને અગાશી ઉપર બોલાવી હાથ પકડી ખેંચી નબીરાએ ગાલ પર કિસ કરી હતી. આ શખ્સ એટલે કે વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલ નામના વ્યક્તિને પકડી લેવામાં આવ્યો. પકડ્યા બાદ રાજકીય આગેવાન હોવાની વાત સામે આવી છે. હવે વિશાલ વિરૂદ્ધ અન્ય એક કિશોરીએ પણ આક્ષેપો કર્યા છે. વિશાલે તેને પણ પ્રેમજાળમાં ફસાવી હતી અને તેનું શારીરિક શોષણ કરી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પારિવારિક અને મહારાષ્ટ્રીયન ફેમિલીમાં જ તેની નજર બગડી હતી. તેણે કિશોરીને અગાશી પર બોલાવી હતી અને છેડતી કરી હતી. અગાઉ પણ આ શખ્સ વીડિયોકોલ કરતો હોય તેના માતા પિતાને બોલાવી તેમની પુત્રીથી દુર રહેવાનું કિશોરીના માતા પિતાએ કહ્યું હતું. જોકે તે માન્યો નહોતો.
સુરતમાં ગઈકાલે અગાશી પર છેડતી કરી રફુચક્કર થઈ જનારો વિશાલ પોલીસ પકડમાં આવ્યા બાદ એક બીજી મુસીબતમાં ફસાયો છે. અગાઉ પણ એક કિશોરી સાથે પ્રેમ સંબંધ રાખી તેના પર દુષ્કર્મ આચર્યાની કિશોરીએ માતા પિતા સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ યુવક કિશોરી સાથે મોબાઈલ દ્વારા સંપર્કમાં આવ્યો હતો અને બાદમાં મીઠી મીઠી વાતો કરી તેને પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. એ પછી તેના ફોટા અને વીડિયો લઈ બ્લેકમેઈલ કરી શારીરિક શોષણ કરતો હોવાનો આક્ષેપ કિશોરીએ લગાવ્યો છે.
જોકે ઉધના પોલીસ મથકે કિશોરીની પોલીસ ફરિયાદ ન લેતા આ કિશોરી પોલીસ કમિશનરને ત્યાં આવી પહોંચી હતી અને ઉધના પોલીસ પર પણ ફરિયાદ ન લેતા હોવાના આક્ષેપ કર્યા હતા. આ કિશોરી સાથે જ્યારે દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારે તેની વય 17 વર્ષની હતી અને હાલ તે 18 વર્ષની હોવાનું તેના માતા પિતાએ જણાવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત