Team Chabuk-Gujarat Desk: ગુજરાતી યુવક-યુવતીઓ દેશની સૌથી કઠિન ગણાતી UPSCની પરીક્ષા પાસ નથી કરી શકતાં, આ મેણું હવે ગુજરાતના યુવક-યુવતીઓ ભાંગી રહ્યા છે. UPSCની પરીક્ષામાં હવે ગુજરાતીઓ પણ સારો રેન્ક મેળવી પોતાનું સ્થાન જમાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે જાહેર થયેલા UPSCના પરિણામમાં એક ગુજરાતી યુવકે ઈતિહાસ રચી દીધો છે. આ યુવકનું નામ છે કાર્તિક જીવાણી. સુરતના આ યુવકે UPSC પરીક્ષા તો પાસ કરી સાથે સાથે એવો રેન્ક મેળવ્યો છે અત્યાર સુધી કોઈ ગુજરાતી વિદ્યાર્થી મેળવી નથી શક્યો.

સુરતના કાર્તિક જીવાણીએ UPSCની પરીક્ષામાં આ વખતે દેશભરમાં આઠમો રેન્ક મેળવ્યો છે અને ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. લાંબા વર્ષો બાદ ગુજરાતનો કોઈ વિદ્યાર્થી ટોપ-10માં ઝળક્યો છે. સુરતના કાર્તિક જીવાણીએ આ ત્રીજી વખત UPSCની પરીક્ષા પાસ કરીને પણ એક કિર્તીમાન રચ્યો છે. કાર્તિક જીવાણી એ 2019માં UPSCની પરીક્ષા પાસ કરી હતી જેમાં તે 94મા ક્રમે આવ્યો હતો. ત્યારબાદ ફરી તેણે પરીક્ષા આપી હતી. વર્ષ 2020માં તે 84માં ક્રમે આવ્યો હતો. પરંતુ બંને વખતે માત્ર એક માર્ક માટે તે IAS થતાં રહી ગયો હતો. તેણે હિંમત ન હારી અને સતત પ્રયાસ કરતો રહ્યો અને ત્રીજી વખત તે સમગ્ર દેશમાં આઠમો ક્રમ પ્રાપ્ત કરીને આઈએએસ બનવાનું સપનું પૂર્ણ કર્યું.

ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે, કાર્તિક જીવાણીએ તમામ તૈયારી સુરતમાં રહીને જ કરી છે. તેણે દિલ્હી કે કોઈ મોટા શહેરમાં જઈને કોચિંગ ક્લાસ જોઈન્ટ કર્યા ન હતા પરંતુ ઓનલાઇન ક્લાસીસ કરતો હતો. દિલ્હીના તમામ UPSCના ઓનલાઇન ક્લાસીસને તે સુરતથી જ નિહાળતો હતો અને તે મુજબ જ તૈયારી કરતો હતો. ધોરણ 12 સુધીનો અભ્યાસ પણ તેણે સુરતમાં કર્યો હતો અને ત્યારબાદ મુંબઈ ખાતે IIT એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો હતો. કાર્તિકે ધોરણ 1 થી 8 નો અભ્યાસ પણ ગુજરાતી માધ્યમમાં કર્યો છે.
માતા-પિતાને આપ્યો શ્રેય
કાર્તિક જીવાણી રોજ આઠથી દસ કલાકનું વાંચન કરતો હતો. જેમાં તે મહદઅંશે આખી રાત વાંચતો હતો અને સવારે સૂતો હતો આ પ્રકારનું તેનુ સિડ્યુલ હતું. પોતાને મળેલી સફળતા માટે તેણે માતા-પિતાને શ્રેય આપ્યો હતો. વિશેષ કરીને કાર્તિક જીવાણીના કહેવા પ્રમાણે જ્યારે હું આખી રાત વાંચતો હતો ત્યારે મારી સાથે મારી મમ્મી પણ ઘણી વખત જાગતા રહેતા હતા. જ્યારે મને ચા-પાણીની વ્યવસ્થા કરવાની હોય ત્યારે મારી માતા અડધી રાતે પણ મારા માટે ચા બનાવી આપી હતી. અને તેના કારણે જ આજે હું આ પરીક્ષાને પાસ કરીને મારું સપનું પૂર્ણ કરી શક્યો છું.

આઈએએસ બનવાનું સપનું પૂર્ણ
કાર્તિક જીવાણીએ જણાવ્યું કે, હવે ધીરે ધીરે ગુજરાતી વિદ્યાર્થીઓનું આકર્ષણ GPSC અને UPSC તરફ વધી રહ્યું છે. સતત ન્યૂઝ પેપરનું વાંચન કરતા રહેવું જોઈએ, પહેલા લેવાયેલી પરીક્ષાના પ્રશ્નપત્રોને એક જ કારણે સતત તેને લખવાની કન્ટિન્યુસ પ્રોસેસ કરવી જોઈએ અને રિવિઝન સતત કરતા રહેવું જોઈએ. જેના થકી આ પરીક્ષા પાસ કરવી ખૂબ જ સરળ થઈ જાય છે. કાર્તિક જીવાણી હાલ હૈદરાબાદ ખાતે આઈપીએસની ટ્રેનિંગ લઈ રહ્યા છે. આઈપીએસની ટ્રેનિંગ પૂર્ણ થવામાં માત્ર દોઢ મહિનો બાકી છે. હવે તે આઈએએસની ટ્રેનિંગ માટે મસૂરી જશે અને ત્યાં આગળ તે ટ્રેનિંગ લેશે.
તાજેતાજે ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત