Homeદે ઘુમા કેજેનો દેશ એક પણ આંતરાષ્ટ્રીય મેચ નથી રમ્યો એ ખેલાડીને આઈપીએલમાં એન્ટ્રી...

જેનો દેશ એક પણ આંતરાષ્ટ્રીય મેચ નથી રમ્યો એ ખેલાડીને આઈપીએલમાં એન્ટ્રી કેવી રીતે મળી ગઈ?

Team Chabuk-Sports Desk: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચૈન્નઈ સુપર કિંગ્સની વિરૂદ્ધ એક નવા ખેલાડીને મેદાનમાં ઉતાર્યો હતો. પહેલા મેચમાં ન ચાલવા છતાં તેના દેશના કારણે ચર્ચામાં રહ્યો. આ એવો દેશ છે જેની ટીમ કોઈ આંતરાષ્ટ્રીય મેચ અત્યાર સુધી નથી રમી. ખેલાડીનું નામ છે ટિમ ડેવિડ અને દેશનું નામ છે સિંગાપોર.

rps baby world

ટિમ ડેવિડ પોતાની કદકાઠી અને લાંબા શોટ રમવાના કારણે ટ્રેન્ડ કરવા લાગ્યો હતો. ફેન્સની ઈચ્છા હતી કે આ ખેલાડીને ટીમમાં સ્થાન મળે. કોહલીએ પણ ટ્રેન્ડ થનારા આ ખેલાડીને કાઈલ જેમિસનની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું હતું. આ સાથે જ સિંગાપુરના આ ખેલાડીએ ઈતિહાસ રચી દીધો. ટિમ ડેવિડ આઈપીએલ રમનારો એવો પ્રથમ ખેલાડી બની ચૂક્યો છે કે જેની નેશનલ ટીમને આઈસીસી તરફથી ન તો વનડે રમવાની માન્યતા પ્રદાન થઈ છે ન તો ટેસ્ટ. તોપણ તે આઈપીએલ જેવી ક્રિકેટની સૌથી મોટી અને મોંઘી લીગમાં રમી રહ્યો છે.

rps baby world

ટિમ ડેવિડ મૂળ ઓસ્ટ્રેલિયાનો છે અને સિંગાપુરનો ખેલાડી છે. મિડલ ઓર્ડરમાં તેની રમતને લોઢું માનવામાં આવે છે. આઈપીએલમાં આવતા પહેલા ડેવિડ બિગ બેશમાં રમી ચૂક્યો છે. વિટાલીટી બ્લાસ્ટ અને પાકિસ્તાન સુપર લીગમાં પણ રમી ચૂક્યો છે. એટલું જ નહીં ગત મહિને ટીમ ડેવિડ રોયલ લંડન વનડે કપમાં સરે માટે રમતા આઠ ઈનિંગમાં 68ની એવરેજથી 340 રન બનાવ્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ પણ 151 રહી હતી. રોયલ લંડન વનડે કપમાં ડેવિડે વાર્વિકશાયર વિરૂદ્ધ 70 બોલમાં નોટઆઉટ 140 રનની ઈનિંગ રમી હતી. ડર્બીશાયર વિરૂદ્ધ  38 બોલમાં 52 રન ફટકાર્યા હતા. ગ્લૂસ્ટરશાયર વિરૂદ્ધ ટિમ ડેવિડે 73 બોલમાં 102 રનની ઈનિંગ રમી હતી.

rps baby world

આરસીબીના મેનેજમેન્ટે ટિમ ડેવિડની વિસ્ફોટક ઈનિંગને જોતા તેની સાથે વાત કરી હતી. આરસીબીએ બાદમાં આ ખેલાડીને સાઈન પણ કરી લીધો હતો. આડ વાત કે આઈસીસીએ પોતાના 106 સભ્ય દેશોને ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીય રમવાની તક આપેલી છે. જેમાં સિંગાપુરનો પણ સમાવેશ થાય છે. સિંગાપુર માટે રમતા ટિમ ડેવિડે 159ની સ્ટ્રાઈક રેટથી 14 ટી ટ્વેન્ટી મેચમાં 558 રન બનાવ્યા છે. ચાર ફિફ્ટી તેના નામે બોલે છે. વ્યક્તિગત શ્રેષ્ઠ સ્કોર 92 છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments