Homeગુર્જર નગરીયુવતીએ પંખા પર દોરડું બાંધી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો અને પોલીસ પહોંચી...

યુવતીએ પંખા પર દોરડું બાંધી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો અને પોલીસ પહોંચી પછી….

Team Chabuk-Gujarat Desk: પોલીસ ખરા અર્થમાં લોકોને મદદ કરતા હોય છે તેવું ફરી એક વખત સાબિત થયું છે. ગતરોજ રાત્રે સુરત પોલીસ કંટ્રોલરૂમમાં દેહરાદુન ખાતેથી એક ફરિયાદ મળી હતી કે, નવી સિવિલ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી વિભાગમાં અભ્યાસ કરતી તેમના સંબંધની દીકરી પોતાના રૂમમાં આપઘાત કરવા જઈ રહી છે. તાત્કાલિક કંટ્રોલ રૂમે કડોદરા પોલીસને જાણ કરતા ખટોદરા પોલીસના પીસીઆરના ઇન્ચાર્જ સુશીલા ચૌધરી પોતાની ટીમના ત્રણ સભ્ય સાથે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને આ વિદ્યાર્થિનીને વિશ્વાસમાં લઈ તેના રૂમનો દરવાજો ખોલાવ્યો હતો

વિદ્યાર્થિની છેલ્લા ત્રણ ચાર કલાકથી રૂમમાં દરવાજો બંધ કરીને બેઠી હતી. દરવાજો ખોલતાની સાથે જ પોલીસે જોયું કે યુવતી પંખા પર દોરડું બાંધી આપઘાત કરવાનું પ્રયાસ કરી રહી હતી. જેને લઇ આ વિદ્યાર્થિની સાથે બે કલાક કાઉન્સિલિંગ કર્યા બાદ મૂળ બિહારના વતની એવા તેના પિતા કે જે અંકલેશ્વર ખાતે ફરજ બજાવતા હતા. તેઓને જાણ કરી મોડી રાત્રે તેમને સુરત ખાતે બોલાવી દીકરીનો કબજો આપ્યો હતો.

junagadh

જોકે પોલીસે કરેલી કામગીરીને લઈને કામગીરીમાં જોડાયેલા તમામ લોકોને સંતોષ હતો કે તેઓ જે કામ કરી રહ્યા છે તેને લઈને કોઈ વ્યક્તિનો જીવ બચી ગયો. સાથે-સાથે સારી કામગીરીને લઈને અધિકારીઓ તરફથી આ પોલીસ કર્મચારી સુશીલા ચૌધરી અને તેમની ટીમના સભ્યોને અધિકારીઓ દ્વારા શાબાશી પણ આપવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments