Team Chabuk-Sports Desk: સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં રમાનાર એશિયન ગેમ્સ-2023 માટે BCCIએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં અનેક નવા ચેહરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે. આ ઉપરાંત આઈપીએલ 2023માં ડેથ ઓવરમાં બેસ્ટ ફિનિશર તરીકે શાનદાર પ્રદર્શન કરનાર રિંકુ સિંહને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.
ટીમ ઈન્ડિયા (વરિષ્ઠ પુરૂષો)ની ટીમ
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકિપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, અર્શદીપ સિંહ , મુકેશ કુમાર, શિવમ માવી, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ (વિકેટકિપર)
સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદી: યશ ઠાકુર, સાંઈ કિશોર, વેંકટેશ ઐયર, દીપક હુડા, સાઈ સુદર્શન

શિખર ધવનને ટીમમાં સ્થાન મળ્યું નથી
અનુભવી બેટ્સમેન શિખર ધવનને ટીમમાં સ્થાન મળ્યું નથી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું હતું કે એશિયન ગેમ્સમાં ધવન ટીમની કેપ્ટનશીપ કરશે, પરંતુ તેને ટીમમાં સ્થાન નથી મળ્યું. એશિયન ગેમ્સ 2023માં ચીનના હાંગઝોઉમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાવાની છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
