Team Chabuk-Gujarat Desk: સુરત શહેરની આ ઘટના છે. શહેરની ખાનગી કોલેજમાં સેવા આપતી પ્રોફેસરનો સોશિયલ મીડિયામાં રહેલો ફોટો જોયા પછી પાગલ બનેલા ટેક્સી ડ્રાઈવરે અભદ્ર ચેનચાળા કર્યા હતા. મહિલાએ સાઈબર ક્રાઈમમાં આ અંગેની ફરિયાદ કરી હતી અને પોલીસે અક્ષય પઢારીયા નામના ચોવીસ વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. આ યુવકની માતા ટિફિન સર્વિસના કામ સાથે જોડાયેલી છે જ્યારે યુવક ટેક્સી ડ્રાઈવિંગનું કામ કરે છે.
આ સમગ્ર ઘટનાની પાછળ ટિફિન સર્વિસ જોડાયેલી છે. એક વખત મહિલા પ્રોફેસરે ટિફિન મંગાવ્યું હતું. ત્યારે આરોપીએ મહિલાનો નંબર સેવ કરી લીધો હતો. મહિલાનો ફોટો જોયા બાદ ડ્રાઈવરે તેને મેસેજ કર્યો હતો, પરંતુ મહિલાએ સંદેશાનો પ્રત્યુતર નહોતો આપ્યો. આથી ડ્રાઈવર એક પગથિયું વધુ ચડ્યો અને મહિલાને વીડિયો કોલ કર્યો.
વીડિયો કોલમાં આ ટેક્સી ડ્રાઈવરે મર્યાદાની હદ વટાવી હતી અને ગુપ્તાંગ બતાવી મહિલાને પરેશાન કરતો હતો. મહિલાને અશ્લીલ ફોટોગ્રાફ પણ બતાવતો હતો. આખરે કંટાળીને મહિલાને સુરત સાઈબર ક્રાઈમની મદદ લેવી પડી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તે અપરણિત છે અને ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત