Homeગુર્જર નગરીસ્માર્ટ સિટીમાં સુરત નંબર-1: ડાઇનેમિક રેન્ક કેટેગરીમાં સુરતે દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

સ્માર્ટ સિટીમાં સુરત નંબર-1: ડાઇનેમિક રેન્ક કેટેગરીમાં સુરતે દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

Team Chabuk-Gujarat Desk: સુરત ફરી એક વખત રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યું છે. દેશના 100 સ્માર્ટ સિટીમાં સુરતે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ડાઇનેમિક રેન્ક કેટેગરીમાં સુરતે દેશભરમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. વહીવટી કામગીરી, નાણાકીય બાબત તેમજ પ્રોજેકટ પૂર્ણ કરી અમલીકરણ જેવા પર્ફોર્મન્સ આધારિત ગુણને ધ્યાનમાં લઈને આ ક્રમાંક આપવામાં આવતો હોય છે.

કેન્દ્ર સરકારના સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ કુલ 2936 કરોડના 81માંથી 1791 કરોડના 69 પ્રોજેક્ટ પૂર્ણ કરી દીધા છે. જ્યારે 1145 કરોડના 12 પ્રોજેકટનું કામ હાલમાં કાર્યરત છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન દ્વારા સ્માર્ટસિટીઝ મિશન અંતર્ગત પસંદ થયેલાં 100 શહેરોને પૂર્ણ કરેલા પ્રોજેક્ટસ, કાર્યરત પ્રોજેક્ટસ, મળેલી ગ્રાન્ટ વપરાશના ફાઇનાન્સિયલ સર્ટિફિકેટ, એડવાઇઝરી ફોરમ મીટિંગ જેવા માપદંડના આધારે ડાઇનેમિક રેન્કિંગ સિસ્ટમના આધારે ડાઇનેમિક રેન્ક આપવામાં આવે છે. નોં

નોંધનીય છે કે, 2015માં સ્માર્ટસિટીઝ મિશનની યોજના જાહેર કરી ત્યાર બાદ આ યોજના અંતર્ગત દેશના પસંદગી પામેલાં 100 શહેરો પૈકી પ્રથમ ચરણના પસંદ કરાયેલાં 20 શહેરોમાં સુરતની પસંદગી થઈ હતી.

દેશના ટોપ-10 શહેરો

1સુરત (ગુજરાત)
2આગ્રા (ઉત્તર પ્રદેશ)
3વારાણસી (ઉત્તર પ્રદેશ)
4ભોપાલ (મધ્ય પ્રદેશ)
5ઈન્દોર (મધ્ય પ્રદેશ)
6અમદાવાદ (ગુજરાત)
7પુણે (મહારાષ્ટ્ર)
8રાંચી (ઝારખંડ)
9લખનઉ (ઉત્તર પ્રદેશ)
10ઉદયપુર (રાજસ્થાન)

દેશના ટોપ-10 સ્માર્ટ સિટીમાં ઉત્તર પ્રદેશના ત્રણ શહેર, ગુજરાતના 2 શહેર, મધ્ય પ્રદેશના 2 શહેર, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડના એક-એક શહેરનો સમાવેશ થાય છે.

shreeji dhosa

સુરતમાં આ કામો પ્રગતિ હેઠળ

સુરતમાં ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મોબિલિટી એડમિનિસ્ટ્રેશન સેન્ટર, ઐતિહાસિક કિલ્લાનું રિસ્ટોરેશન-ડેવલપમેન્ટ, કોયલી ખાડીની પુન: રચના અને રિમોડેલિંગ, ઇન્ટેલિજન્ટ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ અને એરિયા સર્વેલન્સ નેટવર્ક, કોમન ટ્રાન્સમિશન લાઇન, આંજણા, અલથાણ અને ડુંભાલ ટેનામેન્ટ રિ-ડેવલપમેન્ટ, ઓટોમેશન એન્ડ સ્કાડા વર્ક્સ, ફ્રેન્ચ વેલ, ડેટા સેન્ટર સ્ટ્રેન્થનિંગ, આઉટડોર ડિજિટલ ડિસ્પલે બોર્ડ વગેરે કામો પ્રગતિ હેઠળ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments