Team Chabuk-Entertainment Desk: કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાના ઘરે પારણું બંધાયું છે. કોમેડિયન ભારતી સિંહ લગ્નના પાંચ વર્ષ બાદ માતા બની છે. 3 એપ્રિલ, રવિવારે ભારતીએ દીકરાને જન્મ આપ્યો હતો. ભારતીના પતિ હર્ષ લિમ્બાચિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી.
હર્ષ લિમ્બાચિયાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, ઇટ્સ અ બોય. ભારતીએ ગયા વર્ષે પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.
મહત્વનું છે કે, ભારતીએ ડિલિવરીના એક દિવસ પહેલાં સુધી કામ કર્યું હતું. ભારતીએ 2 એપ્રિલ સુધી કામ કર્યું હતું અને સેટ પરનો વીડિયો વાયરલ થયો છે. સેટ પરના વાયરલ વીડિયોમાં ભારતી સિંહ પતિ સાથે જોવા મળે છે અને પૂછે છે કે બાળક ક્યારે થશે?
ભારતીના ડેડીકેશન પર ચાહકો ફીદા થઈ ગયા છે. દીકરાને જન્મના એક દિવસ પહેલાં ભારતી સુપર એક્ટિવ હતી અને કામ કરતી હતી. એક ચાહકે કહ્યું હતું કે ભારતી ઘણી જ પ્રેરણાદાયી છે. અન્ય એકે કમેન્ટ કરી હતી કે ભારતી ખરેખર રોકસ્ટાર છે. તે ઘણી જ સ્ટ્રોંગ છે.

હર્ષની સો.મીડિયા પોસ્ટ પર ચાહકોથી લઈ સેલેબ્સે શુભેચ્છા પાઠવી હતી. જય ભાનુશાલીએ કહ્યું હતું, ‘બંનેને અઢળક શુભેચ્છા.’ સિંગર રાહુલ વૈદ્યે કમેન્ટ કરી હતી, ‘ઓ માય ગોડ, બાળકને જોવા ઉત્સુક છું’
ઉલ્લેખનીય છે કે, ભારતીએ 2017માં રાઇટર હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કર્યા હતા. તે હર્ષ કરતાં 7 વર્ષ મોટી છે. બંનેએ સાત વર્ષના ડેટિંગ બાદ લગ્ન કર્યા હતા. હર્ષે ‘PM નરેન્દ્ર મોદી બાયોપિક’ના સંવાદો લખ્યા છે. આ ઉપરાંત તેણે ‘મલંગ’નું ટાઇટલ ટ્રેક પણ લખ્યું છે. ટીવી શોમાં હર્ષ અને ભારતી એક સાથે પણ જોવા મળે છે. આ બંનેને લોકો ખુબ પસંદ કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
