Homeદે ઘુમા કેચૈન્નઈ પંજાબ સામે હાર્યું: રવીન્દ્ર જાડેજાની આગેવાનીમાં સળંગ ત્રીજો પરાજય

ચૈન્નઈ પંજાબ સામે હાર્યું: રવીન્દ્ર જાડેજાની આગેવાનીમાં સળંગ ત્રીજો પરાજય

Team Chabuk-IPL-Desk: લિયામ લિવિંગ્સ્ટોને 32 બોલમાં 60 રન બનાવી મચાવેલો તરખાટ અને અનુભવી શિખર ધવનની 33 રનની ઈનિંગની મદદથી મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે ચૈન્નઈ સુપર કિંગ્સને 54 રનથી પરાજય આપ્યો હતો. પંજાબે 20 ઓવરમાં 180 રનનું લક્ષ્યાંક ચૈન્નઈને આપ્યું હતું. જવાબમાં ચૈન્નઈની ટીમ 18 ઓવરમાં 126 રન પર તંબુભેગી થઈ ગઈ હતી.

ચૈન્નઈ તરફથી શિવમ દુબે સિવાય કોઈ ખેલાડીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન નહોતું કર્યું. શિવમે 30 બોલમાં 57 રન ફટકાર્યા હતા. જ્યારે સુકાની રવીન્દ્ર જાડેજા અને મોઈન અલી શૂન્ય પર આઉટ થયા હતા. ચૈન્નઈના સાત બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી નહોતા શક્યા. ફક્ત ઉથપ્પા, રાયડુ, શિવમ અને ધોની આ ફિગર સુધી પહોંચી શક્યા હતા. આ સાથે જ આઈપીએલમાં ચૈન્નઈનો આ સળંગ ત્રીજો પરાજય છે.

ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી પંજાબની ટીમે 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 180 રન બનાવ્યા હતા. પંજાબની શરુઆત ખરાબ રહી હતી અને માત્ર 14 રનના સામાન્ય સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. યુવા બોલર મુકેશ ચૌધરીએ પ્રથમ ઓવરમાં જ પંજાબને ઝટકો આપ્યો હતો. તેણે મયંકને ચાર રન પર ઉથપ્પાના હાથે કેચ આઉટ કરાવી ટીમને શાનદાર શરુઆત અપાવી હતી. જોકે આ શરુઆતનો ચૈન્નઈને લાંબાગાળે ફાયદો નહોતો થયો. પાંચ બોલમાં નવ રન કરી ધોનીના થ્રોથી ભાનુકા રાજપક્ષે રન આઉટ થયો હતો. એ પછી લિયામ લિવિંગ્સ્ટોન અને શિખર ધવને ઈનિંગ સંભાળતા ત્રીજી વિકેટ માટે 52 બોલમાં 95 રનની સાતત્યતાપૂર્ણ ભાગીદારી કરી હતી.

લિવિંગ્સ્ટોનને બે વખત જીવનદાન મળ્યું હતું. પ્રથમ અંબાતી રાયડુએ થર્ડ મેન પર તેનો કેચ છોડી દીધો હતો. એ પછી ધોનીએ વિકેટની પાછળથી તેનો કેચ પકડી જ લીધો હતો, પરંતુ ડાઈવ લગાવતી વખતે તેના હાથમાંથી બોલ સરકી ગયો હતો. એ પછી લિવિંગસ્ટોને 27 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. આ તેની આઈપીએલ કરિયરની પ્રથમ હાફ સેન્ચુરી હતી. આ ભાગીદારીનો ડ્વેઈન બ્રાવોએ અંત આણ્યો હતો. 109 રનના સ્કોર પર ધવનને જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો. ધવને 24 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 33 રન બનાવ્યા.

DHOSA

181 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી ચૈન્નઈ સુપર કિંગ્સની શરુઆત પણ ખરાબ રહી હતી. નિયમિત અંતરાલ પર વિકેટનું પતન થતું રહ્યું હતું. ઋતુરાજ ગાયકવાડ સતત ત્રીજા મેચમાં નિષ્ફળ રહ્યો હતો અને એક રન બનાવી આઉટ થયો હતો. રોબિન ઉથપ્પા 13, મોઈન અલી શૂન્ય, અંબાતી રાયડુ 13, સુકાની રવીન્દ્ર જાડેજા શૂન્ય પર આઉટ થયો.

શિવમ દુબેએ ધોનીની સાથે મળી ઈનિંગને સંભાળી હતી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 46 બોલમાં 62 રન જોડ્યા. દુબેએ આઈપીએલ કરિયરની બીજી હાફ સેન્ચુરી ફટકારી હતી. તેણે 30 બોલ પર 57 રનની ઈનિંગમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યાં હતા. લિયામ લિવિંગસ્ટોને બેટ બાદ બોલથી પણ કમાલ કરી બતાવ્યો હતો. 15મી ઓવરની પાંચમી બોલમાં તેણે દુબે અને છઠ્ઠી બોલ પર ડ્વેઈન બ્રાવોનો કેચ પોતાની જ બોલ પર પક્યો.

એ પછી ડ્વેન પ્રિટોરિયસ આઠ રન, ધોની 28 બોલમાં 23 રન અને ક્રિસ જોર્ડન પાંચ રન બનાવી આઉટ થયા. મુકેશ બે રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. પંજાબની તરફથી રાહુલ ચાહરે ત્રણ વિકેટ ઝડપી હતી. વૈભવ અરોડા અને લિયામ લિવિંગ્સ્ટોને બે-બે વિકેટ ઝડપી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments