Team Chabuk-Sports Desk: કાયદાની નજરમાં તમામ આરોપીઓ સમાન હોય છે. જેલમાં બંધ તમામ આરોપીઓને સમાન રીતે રાખવામાં આવતા હોય છે. જો કે ઘણી વખત કોઈ ખાસ આરોપીને ખાસ ટ્રીટમેન્ટ પણ અપાતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે જેલમાં બંધ કુસ્તીબાજ (wrestler) સુશીલ કુમારે (sushil kumar) ટીવી (TV) જોવા દેવાની જેલ તંત્ર સમક્ષ માગ કરી છે.
સાગર ધનખડ (sagar dhankar) હત્યા કેસમાં (murder case) તિહાડ જેલમાં(tihar jail) બંધ કુસ્તીબાજ સુશીલ કુમારે (sushil kumar) જેલ પ્રશાસનને પત્ર લખ્યો છે અને ટીવીની માંગ કરી છે. સુશીલ કુમારે (sushil kumar) પત્રમાં લખ્યું છે કે, જેલમાં તેનું મન નથી લાગતું, જો ટીવી (TV) મળી જાય તો મન લાગવા માંડશે. જેલમાં બંધ રહેલા સુશીલ કુમારે પત્રમાં લખ્યું છે કે, જેલમાં તેનું મન ક્યાંય લાગતું નથી, તેથી જો ટીવી (TV) આપવામાં આવે તો મન તેમાં પરોવાયેલું રહેશે અને દેશ-દુનિયામાં થનારી કુસ્તીની અપટેડ પણ મળતું રહેશે.
હાલ સુશીલ કુમાર (sushil kumar) જેલમાં બંધ છે. થોડા દિવસ પહેલાં જ સુશીલ કુમારને મંડોલી જેલમાંથી તિહાડ જેલમાં લાવવામાં આવ્યો છે.
આ માંગ પણ કરી હતી
કુસ્તીબાજ સુશીલ કુમાર મંડોલી જેલમાં કેદ હતો ત્યારે પણ પ્રોટીન ડાયટ આપવાની માગ કરી હતી. સુશીલ કુમારે (sushil kumar) એક કોર્ટમાં અરજી દાખલ કરીને હાઈ પ્રોટીન ડાયટ આપવા માટે માંગણી કરી હતી. સુશીલ કુમારે કહ્યું હતું કે, તેને હાલ જે ભોજન આપવામાં આવી રહ્યું છે, તેનાથી પેટ ભરાતું નથી. તેથી પ્રોટીન ડાયટ જ ભોજનમાં આપવામાં આવે. જો કે કોર્ટે સુશીલ કુમારની (sushil kumar) આ માંગણી કરતી અરજીને ફગાવી દીધી હતી. ત્યારે ટીવીની માગ પૂર્ણ થાય છે કે કેમ તે પણ જોવું રહેશે.
મહત્વનું છે કે,ગત 4-5 મેના રોજ રાત્રે દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં સુશીલ કુમાર (sushil kumar) પોતાના કેટલાક સાથી મિત્રોની સાથે ગયો હતો. સ્ટેડિયમમાં તેણે મારપીટ કરી હોવાનો આરોપ છે. આ મારપીટમાં કુસ્તીબાજ સાગર ધનખડને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બાદમાં તેનું મોત થયું હતું. સાગર ધનખડને માર માર્યા બાદ બીજા દિવસથી જ સુશીલ કુમાર (sushil kumar) ફરાર થઈ ગયો હતો. આખરે 17 દિવસ બાદ 23 મેના રોજ સુશીલ કુમાર (sushil kumar)ને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ઝડપી લીધો હતો. હાલમાં સુશીલ કુમાર (sushil kumar) સહિત આ કેસના તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેઓની પુછપરછ ચાલી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત