Homeગુર્જર નગરીસુરતમાં બેકાબૂ કોરોના સંક્રમણને રોકવા તંત્રએ લીધો મોટો નિર્ણય

સુરતમાં બેકાબૂ કોરોના સંક્રમણને રોકવા તંત્રએ લીધો મોટો નિર્ણય

Team Chabuk-Gujarat Desk:  સુરતમાં કોરોના વાયરસ તાંડવ મચાવી રહ્યો છે. વધી રહેલા કેસ અને મૃત્યુઆંકથી સુરતવાસીઓ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. આવા સમયે સુરત તંત્રએ કોરોનાનું સંક્રમણ અટકાવવા ફરીથી પાનના ગલ્લા અને ચા-નાસ્તાની દુકાનો બંધ કરવા સૂચના આપી દીધી છે. સુરતમાં પાનના ગલ્લા અને ચાની લારીઓ બંધ કરાવવા મહાનગરપાલિકાના કમિશનરે આદેશ આપ્યો છે.

સુરત મહાનગરપાલિકાનું કહેવું છે કે, પાનના ગલ્લા અને ચા-નાસ્તાની દુકાનો પર સૌથી વધુ કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થઈ રહ્યો છે. લારીઓ પર તેમજ પાનના ગલ્લાઓ પર વધુ ભીડ એકઠી થતી હોવાથી સંક્રમણ વધુ ફેલાવાની શક્યતા છે. મનપાએ કહ્યું કે પાનના ગલ્લા પર આવી રહેલા લોકો સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવતા તેમજ માસ્કના નિયમોનું પણ ઉલ્લંઘન કરતાં જોવા મળી રહ્યા છે.

મનપાએ કોરોનાના કેસ વધતાં લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. સુરત મહાનગરપાલિકાએ શહેરીજનોને અપીલ કરી છે કે, જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવું. હાલ સંક્રમણ વધુ ફેલાતું હોવાથી ઘરમાં રહેવું હિતાવહ છે. બહાર નીકળવાનું થાય તો પહેલાંની જેમ જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું ચુસ્ત પાલન કરવું. આ ઉપરાંત વારંવાર હાથ ધોવા તેમજ સેનેટાઈઝરના ઉપયોગની પણ મનપાએ સલાહ આપી છે.

પાનના ગલ્લા બંધ થતાં દુકાનદારોમાં મિશ્ર પ્રતિસાદ

શહેરમાં કોરોના વધી રહ્યો છે. સમાચારોમાં જોઈએ છીએ કે રોજ કેટલાય લોકોના કોરોનાથી મૃત્યુ થઈ રહ્યા છે. એટલે થોડા દિવસ તંત્રને સહયોગ આપીશું તો ફરીથી ધંધો કરી શકીશું. તંત્રનો આ નિર્ણય આવકારદાયક છે.
વેપારી

દુકાનો બંધ કરવા સિવાય ઓડ ઈવન પદ્ધતિથી દુકાનો ખુલ્લી રાખવા દેવામાં આવે તો વેપારીઓને આર્થિક માર ન પડે. તંત્ર એવું ન કરે તો માત્ર પાર્સલ સુવિધા સાથે વેપાર કરવા દે તો પણ સારું છે. કારણ કે મહિને દુકાનોના હપ્તા ભરવાના પૈસા ધંધો કરીશું તો જ ઉભા થશે.
વેપારી

મહત્વનું છે કે, માત્ર સુરતમાં જ નહીં આ પહેલાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પાનના ગલ્લા બંધ રાખવાનો નિર્ણય લેવાઈ ચુક્યો છે. અમદાવાદમાં પાનના ગલ્લા સદંતર બંધ જોવા મળ્યા હતા જ્યારે ગાંધીનગરમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી.

સુરત શહેર અને ગ્રામ્યમાં વધી રહ્યા છે કેસ

સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો દિવસને દિવસે વધી રહ્યો છે. હાલ સુરતમાં કુલ 6 હજાર 363 એક્ટીવ કેસ છે. માત્ર સુરતની સ્મીમેર હોસ્પિટલમા જ 1 હજાર 241 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં 12 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં કુલ 877 દર્દી સારવાર લઈ રહ્યા છે જેમાંથી 14 દર્દીઓ ગંભીર હાલતમાં વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં સુરતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 76 હજાર 416ને પાર પહોંચી ગયો છે. સોમવારે સુરતમાં કુલ 788 કેસ નોંધાયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments