Homeદે ઘુમા કેIPL2021: આજે MI VS KKR, મુંબઈ સામે કોલકત્તા માત્ર આટલી વાર જ...

IPL2021: આજે MI VS KKR, મુંબઈ સામે કોલકત્તા માત્ર આટલી વાર જ જીત્યું છે

Team Chabuk-Sports Desk: હૈદરાબાદ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરનારી કોલકત્તા નાઈટ રાઈડર્સ આજે જીતના લક્ષ્ય સાથે મુંબઈ ઈન્ડિયન્સ સાથે ટકરાશે. બીજી તરફ પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે બે વિકેટે હારેલી મુંબઈ ઈન્ડિયન્સ IPLમાં જીતનો શુભારંભ કરવા માટે મેદાને ઉતરશે. પાછલા બે સત્રમાં પ્લેઓફમાં પણ પ્રવેશી ન શકનારી KKR પાસે ફેન્સને આ વખતે સારા પ્રદર્શનની આશા છે. રવિવારે કોલકત્તા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સે હૈદરાબાદને 10 રનેથી હરાવી હતી.

સુનિલ નરેનનો સમાવેશ થશે ?

પહેલી મેચમાં વેસ્ટઈન્ડિઝના આક્રમક બેટ્સમેન અને શાનદાર બોલર સુનિલ નરેનને સ્થાન મળ્યું ન હતું. આજે મુંબઈ ઈન્ડિયન્સની સામે KKRનો કેપ્ટન ઈયોન મોર્ગન સુનિલ નરેનને ચાન્સ આપી શકે છે.

નીતિશ ફૂલ ફોર્મમાં

પહેલી મેચમાં KKRના સલામી બેટ્સમેન નીતિશ રાણાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પહેલાં બોલથી જ તેનું આક્રમક સ્વરૂપ જોવા મળ્યું હતું. શરૂઆત સારી થયા બાદ દિનેશ કાર્તિકે પણ પોતાનું કામ કર્યું હતું. કાર્તિકે 9 બોલ પર 22 રન ફટકારી ફેન્સના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત રાહુલ ત્રિપાઠીએ પણ ફિફ્ટી ફટકારી હતી. ફેન્સને આશા છે કે ટીમ આજે પણ સારું પ્રદર્શન કરે અને ગત સિઝનની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને હરાવે.

રોહિત પાસે ફેન્સને ધમાકેદાર બેટિંગની આશા

મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સને આશા છે કે આજે હીટમેન રોહિત શર્મા તેના આક્રમક અંદાજમાં જોવા મળે. પહેલી મેચમાં રોહિત શર્મા રન આઉટ થયો હતો તેણે 15 બોલ પર 1 છગ્ગો અને 1 ચોગ્ગાની મદદતી 19 રન બનાવ્યા હતા.

મુંબઈ પાસે શાનદાર બોલર્સ

બંને ટીમ વચ્ચે મુકાબલાની સાથે સાથે આજનો મુકબલો બંને ટીમના કેપ્ટન વચ્ચે પણ છે. કેવી રીતે કેપ્ટન પોતાની ટીમ પાસે કામ લે છે તે સાંજે ખબર પડી જશે. જસપ્રીત બુમરાહ અને ટ્રેંટ બોલ્ટ જેવા બોલર્સ સામે KKRના બેટ્સમેનને રમવું સરળ નહીં હોય. જો આજે પણ મુંબઈની ટીમમાં ડીકૉકનો ટીમમાં સમાવેશ નથી થતો તો  ક્રીસ લીનને જ રોહિત સાથે ઓપનિંગ કરવી પડશે. આજે મુંબઈ ઈન્ડિયનના ફેન્સને આશા છે કે સૂર્યકુમાર યાદવ, ઈશાન કિસન અને પંડ્યા બંધુઓ પણ સારું પ્રદર્શન કરી ટીમને જીત અપાવશે.  

બંને ટીમ વચ્ચે કુલ 27 મેચ રમાઈ  

અત્યાર સુધીના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ કોલકત્તા નાઈટ રાઈડર્સ પર ભારે રહી છે. બંને ટીમ વચ્ચે રમાયેલી કુલ 27 મેચમાં મુંબઈએ કુલ 21 મેચ જીતી છે. જ્યારે કોલકત્તા નાઈટ રાઈડર્સે માત્ર 6 મેચમાં જ જીતનો સ્વાદ ચાખ્યો છે. કોલકત્તાએ જીતના આંકડાની બરાબરી કરવા માટે સતત 15 મેચ જીતવી પડશે જે ખુબ અઘરુ છે. હાલ તો ટીમનું લક્ષ્ય છે કે આજની મેચમાં જીત મેળવે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments