Homeગુર્જર નગરીસુરત: વેક્સિન લેવા સેન્ટર પર ઉંઘતા અને ઉજાગરા કરતા વેપારીઓ

સુરત: વેક્સિન લેવા સેન્ટર પર ઉંઘતા અને ઉજાગરા કરતા વેપારીઓ

Team Chabuk-Gujarat Desk: સરકારે કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા બાંયો ચડાવી લીધી છે. વેપારીઓને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે કે આગામી તારીખ એકત્રીસમી જુલાઈ સુધીમાં વેક્સિનનો ડોઝ લઈ લે. આ કારણે વેપારીઓની વેક્સિન લેવા માટે લાંબી લાઈન લાગવા માંડી છે. વેપારીઓની સ્થિતિ હવે વેપાર કરવાની જગ્યાએ લાઈનમાં ઊભવાની રહી ગઈ છે.

દિવસના સો કે બસ્સો ડોઝની મર્યાદામાં વેપારીઓ પોતાનો ડોઝ લેવા હવે રાત રાતભર વેક્સિન લેવાના સેન્ટર પર ઊંઘી જાય છે. આવી વિકટ સ્થિતિ ઘડી છે સુરતમાં. રસીનો ડોઝ લેવા માટે સુરતના ધંધાર્થીઓ લાઈનમાં ઊભવાની સાથે સાથે રાતના ત્યાં જ ઉંઘી જાય છે. આખી રાત મચ્છરોનો ત્રાસ સહન કરનારા આ લોકો સુરતના ઉધનાના સ્વામી વિસ્તારના છે.

કોરોના મહામારીએ બીજી લહેરમાં જે ઘાતક દૃશ્ય લોકોને દેખાડ્યું તે આંખ બંધ કરી યાદ કરતા ડરી જવાય છે. એવામાં હવે વેપાર માટે પણ રસી ફરજિયાત થઈ હોવાથી ધંધાર્થીઓએ દોટ મૂકી છે. એક બાજુ રસીનો પર્યાપ્ત જથ્થો નથી આવી રહ્યો અને બીજી બાજુ લોકો રસી લેવા માટે રાત રાત સુધી ઉજાગરા કરતા રહે છે.

આવી કશ્મકશભરી સ્થિતિ સર્જાય છે સુરતના ઉધના વિસ્તારમાં જ્યાં લોકો મોડી રાત્રે સેન્ટર ઉપર લાઈન લગાવી દે છે, કાં જે તે જગ્યા ઉપર પોઢી જાય છે. રાતનાં બાર વાગતાની સાથે જ લાઈનો લાગવા માંડે છે. જો લાઈનમાં ઊભા રહેવામાં ન આવે તો ટોકન મળતા નથી. સવારમાં સેન્ટર તરફથી 200 ટોકન આપવામાં આવે છે પણ જો સમયસર જે તે વ્યક્તિ ન પહોંચે તો ટોકન મળતા નથી. જેથી હવે લોકો રાતનાં જ સેન્ટર બહાર કાં તો ઉંઘી જાય છે કાં તો ક્રમબદ્ધ લાઈનમાં ઊભા રહે છે.

ગુજરાતભરમાં આ સ્થિતિનું સર્જન થયું છે. વેક્સિન લેવા માટે લાંબી લાંબી લાઈનો લાગેલી જોવા મળે છે. મેડિકલ સ્ટાફ વેક્સિન આપવા માટે તૈયાર છે પણ તેમની પાસે રોજ વેક્સિનનો એક પર્યાપ્ત જથ્થો હોય છે. જેથી ગણતરી કરેલા લોકોને જ તે આપવામાં આવે છે.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments