Homeતાપણુંપાટીલનો પ્રયોગ: ભાજપના ઈતિહાસમાં પ્રથમ વખત આર્થિક વ્યવસ્થાપન સમિતિની રચના

પાટીલનો પ્રયોગ: ભાજપના ઈતિહાસમાં પ્રથમ વખત આર્થિક વ્યવસ્થાપન સમિતિની રચના

Team Chabuk-Political Desk: ભારતીય જનતા પાર્ટી એ ભારતની સૌથી મોટી પાર્ટી છે તેમાં બેમત નથી. ગુજરાતમાં તો તેના કાર્યકર્તાઓ અને પ્રશંસકોની સંખ્યા ઉત્તર પ્રદેશ પછી બીજા ક્રમે આવતી હશે અને તોપણ ગઈકાલના રોજ પાંચ લોકોની ઘડાયેલી સમિતિએ આશ્ચર્યમાં ગરકાવ તો કરી જ દીધા. રાતના સમયે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પક્ષની આર્થિક વ્યવસ્થાપન સમિતિનું ગઠન કર્યું.

ઈતિહાસમાં પ્રથમ વખત

ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસમાં ક્યારેય આ પ્રકારની સમિતિની રચના નથી કરી. આ અધ્યક્ષ સી.આર.પાટીલનો પ્રથમ પ્રયોગ છે અને તે સફળ જાય છે કે નહીં તે જોવાનું રહેશે. આ સમિતિનો મુખ્ય હેતુ ચૂંટણી ફંડનું એકત્રિકરણ કરવાનું અને તેનું યોગ્ય દિશામાં વ્યવસ્થાપન થાય તે જોવાનું છે. એક રીતે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પાટીલના આ પ્રયોગથી ડોર ટુ ડોર પ્રચાર અને જનતાના મનની વાત કાર્યકર્તાઓને જાણવા મળી શકે છે અને ચૂંટણી જીતવા માટેની એક બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ શકે છે.

સમિતિમાં કોણ કોણ છે?

સમિતિ બનાવી છે તેની માહિતી BJP Gujaratના ફેસબુક પેજ પરથી સામે આવી હતી. ગઈકાલે રાતે આવેલા એક કાગળમાં સમિતિના શીર્ષ સભ્યો તરીકે પાંચ નામો હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકાર, ખજાનચી સુરેન્દ્ર પટેલ અને સહ ખજાનચી ધર્મેન્દ્ર પટેલ. નીચે પ્રદેશ મહામંત્રી હેડક્વાટર ઈન્ચાર્જ પ્રદીપસિંહ વાઘેલાના હસ્તાક્ષર હતા.

અનુશાસન સમિત

આ સિવાયની એક અનુશાસન સમિતિ પણ ચર્ચામાં રહી હતી. અનુશાસન મતલબ શિસ્ત અને ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી હોવાની વાત મંચ પર ઉપસ્થિત મહાનુભવોના મુખેથી અવાર નવાર સાંભળવા મળી છે. સી.આર.પાટીલે પોતાના ફેસબુક પેજ પરથી આ માહિતી શેર કરતા લખ્યું હતું કે, ‘અનુશાસન સમિતિના નવનિયુક્ત અધ્યક્ષશ્રી તથા સદસ્યશ્રીઓને શુભેચ્છાઓ પાઠવું છું.’ અનુશાસન સમિતિમાં કુલ પાંચ લોકો છે. અધ્યક્ષ મોહનભાઈ કુંડારિયા અને અન્ય ચાર સદસ્યો અનુક્રમે, પુષ્પદાન ગઢવી, કનુભાઈ માવાણી, ભરતભાઈ બારોટ, જયાબહેન ઠક્કરનો સમાવેશ થાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments